નોકરી માટે ઇંટરવ્યુ આપવાની વાત આવે એટલે થોકબંધ સવાલો ઉભા થાય. ગમે તેટલી તૈયારીઓ કરેલી હોય છતાં ક્યારેય સામે આવેલ કેટલાક પ્રશ્ર્નોને કારણે તકલીફ અથવા મુંજવણ થતી હોય છે. અને ઇંટરવ્યુ સમયે જો કદાચ કોઇ નાની ભુલ થઇ જાય તો ક્યારેક તે નોકરી ગુમાવવમાની બીક રહેતી હોય છે.
ઉલ્લેખનીય છે કે જો આપ કોઇ સ્થળ પર ઇંટરવ્યુ આપવા જવાની તૈયારીમાં હોય અને મનપસંદગી સેલેરી મેળવવા માગતા હોય તો આ ઉપાય અપનાવો તો થશે ફાયદો. વિદેશની એક જાણીતી યુનીવર્સીટીમાં કરવામાં આવેલ કેટલાક સંશોધન મુજબ એક તારણ આવ્યુ હતુ કે ઇંટરવ્યુ સમયે જ્યારે તમને સેલેરી શું ઇચ્છો છો તેવો સવાલ કરવામાં આવે ત્યારે પોતાના મનમાં રહેલ રકમ તરત જ ઇંટરવ્યુ લેનાર સમક્ષ મુકી દેવી જોઇએ. આમ કરવાને કારણે તમારી માંગણી મુજબ પેકેજ મળવાની શક્યતા વધી જાય છે.
એક બાબત એવી પણ છે કે ઇંટરવ્યુ લેનાર પર સેલેરી અંગેની બાબત છોડી દેવી જોઇએ. પરંતુ આમ કરવાને કારણે ક્યારેક તમારી મનપસંદ સેલેરી મળવાની શક્યતા ઓછી રહે છે. અન્ય એક યુનીવર્સીટીના તારણ મુજબ એક બાબત એવી પણ ધ્યાને આવી છે કે ઇંટરવ્યુ લેનાર અધિકારી જ્યારે પગારની અપેક્ષા વિશે સવાલ કરે ત્યારે કોઇ ચોકકસ રકમ નહીં કહેતા તેના જવાબરૂપે ચોકકસ આંકડો કહેવાની જગ્યાએ જરા જુદી રકમ કહેવાથી તમારી મનપસંદ સેલેરી અને પેકેજ મળી શકે છે.