ગિફ્ટમાં મળેલી આ 5 વસ્તુઓ તમને બનાવી શકે છે કંગાળ

By : juhiparikh 11:38 AM, 08 November 2017 | Updated : 11:43 AM, 08 November 2017

ગિફ્ટની લેવડ-દેવડ આપણી સોશ્યલ લાઇફનો એક મહત્વનો ભાગ છે. પરંતુ ગિફ્ટ આપનારની નિયત કેવી છે તે જાણવું પણ જરૂરી છે કેમકે આપનાર જો નિયત સારી નહી તો ગિફ્ટમાં તમને કઇ એવું પણ આપી શકે છે જેનાથી તમારા ખુશીઓ પર ગ્રહણ લાગી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે કોઇ ગિફ્ટમાં આ 5 વસ્તુઓને આપે તો સમજી લેવાનું કે તેમની નિયતમાં ગરબડ છે અને તેમની ગિફ્ટ ઘરમાં નહી રાખવી જોઇએ.

કોઇ ડૂબતા જહાજની મૂર્તિ ગિફ્ટમાં મળે તો તેણે ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે, તેનાથી આર્થિક નુકસાન પણ થાય છે.

બ્લેક કલરના કપડાં કોઇને ગિફ્ટમાં ન આપવા જોઇએ. જો તમને કોઇ આ ગિફ્ટમાં આપે તો તેને અપશુકન માનવામાં આવે છે, તેણે દુ:ખ, કષ્ટ-પીડાદાયક માનવામાં આવે છે. તેણે મૃત્યુ કારક પણ માનવામાં આવે છે અને આજ કારણથી લગ્નના એક વર્ષ સુધી બ્લેક કલરના કપડાં ધારણ ન કરવા જોઇએ.

શૂઝને ગિફ્ટમાં આપવું એ જુદાઇનું પ્રતીક માનવામાં આવે છે. પ્રેમીઓએ આ ગિફ્ટ તો ક્યારેય એકબીજાને ન આપવી જોઇએ. આ ગિફ્ટથી બંને અલગ પણ થઇ શકે છે તેવી માન્યતા પણ રહેલી છે.

કેટલાક લોકો ઘડિયાળને પણ ગિફ્ટમાં આપે છે, જ્યારે ઘડિયાળને કોઇને ગિફ્ટ તરીકે આપવાથી જીવનની પ્રગતિનો અંત આવે છે.

હિંસક પશુઓ જેવા કે સિંહ, વાઘ, ચિત્તાની ફોટા અથવા મૂર્તિને ગિફ્ટમાં આપવાથી ઘરમાં તણાવ ઉત્પન થાય છે.
Recent Story

Popular Story