કપાળમાં તિલક કરવાના આ છે 5 ફાયદા,વાંચો

By : kavan 10:57 AM, 14 November 2017 | Updated : 10:57 AM, 14 November 2017
હિન્દુ ધર્મમાં કપાળમાં તિલક કરવાની પરંપરા ખાસ રહી છે.કોઇપણ ધર્મકાર્ય હોય,શુભ કાર્ય હોય અથવા ભગવાનનાં કોઇ મંદિરમા દર્શન કરવા જતા સમયે કપાળમાં કંકુ અથવા ચંદનનું તિલક લગાડવામાં આવે છે. આ તિલક પાછળ આધ્યાત્મિકતાની સાથે વિજ્ઞાન પણ રહેલુ છે. આવો જાણીએ તે વૈજ્ઞાનિક રીતે શું થાય છે ફાયદા.

-  તિલક લગાડવાથી માથાની પિટિયુટરી ગ્લેન્ડઝ સક્રિય થવા લાગે છે જેના કારણે આળસ દુર થાય છે અને મગજની શક્તિ વધવા લાગે છે. અને તિલક કરવાથી માનસિક તણાવ દુર થાય છે.

- નિયમિત રીતે કપાળમાં તિલક લગાડવાથી નાડી મંડળની પરિશુધ્ધ સક્રિયતાથી ઇનસોમનિયા અને સાયનસ જેવા રોગથી છુટકારો મળે છે. 

- કપાળમાં હળદરનું તિલક લગાડવાથી ત્વચા શુધ્ધ રહે છે.હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ રહેવાના કારણે કેટલાક રોગથી મુક્તિ મળે છે.

- યોગીઓ ધ્યાન શરૂ કરતા પહેલા પોતાના માથા પર તિલક અથવા ત્રિપુંડ કરે છે આ જગ્યાએ આજ્ઞા ચક્રમાં રહેલ પિન્ડમાં જોડાયેલી બધી જ નાડીઓનો સમુહ આવેલો છે જેના કારણે મગજ શાંત રહે છે અને માનસિક એકાગ્રતા વધે છે.

-એક ધાર્મિક માન્યતા મુજબ તિલક કરવાથી ગ્રહદોષથી શાંતિ મળે છે અને ઘરમાં સુખ અને શાંતિ આવે છે. Recent Story

Popular Story