પાક.ની કંગાળીનું કાઉન્ટડાઉન શરૂ, ટેરરિસ્તાન પર આર્થિક સંકટ

By : HirenJoshi 10:23 AM, 13 October 2017 | Updated : 10:23 AM, 13 October 2017

કરાચીઃ પાકિસ્તાનની કંગાળીનું કાઇંટડાઉન શરૂ થઇ ગયું છે. પાકિસ્તાન પાસે ત્રણ મહિનાના ઇમ્પોર્ટ જ બચ્યા છે. 12થી 16 અઠવાડિયામાં પાકિસ્તાનના ડિફોલ્ટર હોવાના તમામ ચાન્સ છે. પાકિસ્તાનના એ જનરલે પણ હાથ પાછળ કરી લીધા છે. જે જનરલ કાલ સુધી બીજાનો નાશ કરવાની અને જડબાતોડ જવાબ આપવાની અને આંખો દેખાડવાની વાતો કરતા હતા. તેઓ હવે એક શબ્દ પણ બોલી શકે તેમ નથી.

કંગાળ થવાની તૈયારીમાં પાકિસ્તાન બેબાકળું થઇ ગયું છે. કારણ કે ટેરરિસ્તાનને ડર છે કે, આવનારા દિવસોમાં તે નાદાર થઇ શકે છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કરાચીમાં કહ્યું છે કે પાકિસ્તાનનું દેવું આકાશને આંબી રહ્યું છે. અને માત્ર સૈન્ય તાકાતના બળ પર કોઇ દેશ ચાલી શકતું નથી. હાલ પાકિસ્તાન વર્લ્ડ બેંકથી લઇને IMF અને અમેરિકાની સામે હાથ જોડીને ભીખ માગી રહ્યું છે.loading...

Recent Story

Popular Story