VTV Exclusive: શિક્ષણનો વેપલોઃ અાકાશ ઇન્સ્ટિટ્યૂટે તગડી ફી વસૂલી વિદ્યાર્થીઅોને છેતર્યા

By : HirenJoshi 01:11 PM, 13 October 2017 | Updated : 01:11 PM, 13 October 2017

અમદાવાદ: શિક્ષણ ક્ષેત્રે શેરીઅે-શેરીઅે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટમાં જાે તમારા બાળકને અેડમિશન અપાવવા જવાના હો તો પૂરતી તપાસ કર્યા વિના ફી ભરવાની ઉતાવળ ન કરશો. ખાસ કરીને અાકાશ ઈન્સ્ટિટ્યૂટમાં તો ફી ભરતાં પહેલાં સો વખત વિચાર કરજાે, કારણ કે અાકાશ ઈન્સ્ટિટ્યૂટમાં ફી ભર્યા પછી પણ બે વિદ્યાર્થીઅોને હડધૂૂત કરીને ઈન્સ્ટિટ્યૂટમાંથી બહાર કરવામાં અાવ્યા છે અને ઊંચી ફી વસૂલ્યા પછી પણ તેમને શિક્ષણથી વં‌ચિત રહેવાનો વારો અાવ્યો છે.

અાઈસીઅેસઈ બોર્ડના ધોરણ-૧૦ના બે વિદ્યાર્થીઅો નિલય દંડ અને મેઘરાજસિંહ વાઘેલાના વાલીઅે અાંબાવાડીસ્થિત અાકાશ ઈન્સ્ટિટ્યૂટમાં અેપ્રિલ-ર૦૧૭માં પ્રવેશ મેળવ્યો હતો. પ્રવેશ અાપતી વખતે જ અાકાશ ઈન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટને ખ્યાલ હતો કે અાઈસીઅેસઈ બોર્ડના માત્ર બે જ વિદ્યાર્થી તેમના હસ્તક છે અને અા બોર્ડના તમામ વિષયના ફેકલ્ટી પણ તેમની પાસે પૂરતા પ્રમાણમાં ન હતા. તેમ છતાં ઈન્સ્ટિટ્યૂટે બંને વિદ્યાર્થીઅોના વાલીને તેમનો અભ્યાસક્રમ યોગ્ય રીતે ભણાવવાની ખાતરી સાથે અેડમિશન અાપી દીધું અને પછી બંને વિદ્યાર્થીઅો માટે સર્જાઈ મુશ્કેલીઓની હારમાળા.

અાઈસીઅેસઈ બોર્ડના અા બંને વિદ્યાર્થીઅોઅે અેપ્રિલ-ર૦૧૭માં અાંબાવાડી સ્થિત અાકાશ ઈન્સ્ટિટ્યૂટ ખાતે રજિસ્ટ્રેશન ફી ભરીને પ્રવેશ મેળવ્યો હતો. ઈન્સ્ટિટ્યૂટના સ્થાનિક વહીવટીતંત્રઅે બાળકોને પ્રવેશ તો અાપી દીધો, પરંતુ બાદમાં યોગ્ય શિક્ષણ અાપવાની દરકાર કરી નહીં, જેના પગલે બંને વિદ્યાર્થીના ભણતરના મુદ્દે સમસ્યા સર્જાવા લાગી. બંને વિદ્યાર્થીઅોના વાલીઅે અેડમિશન લેતી વખતે જ સંસ્થાનું ધ્યાન દોરેલું કે અાઈસીઅેસઈ બોર્ડના માત્ર બે જ વિદ્યાર્થી છે તો તેમની બેચ કેવી રીતે શરૂ કરશો. તે વખતે સંસ્થા તરફથી તમામ ખાતરી અાપીને ફી વસૂલી લેવામાં અાવી, પરંતુ બાદમાં ફેકલ્ટીના અભાવે રેગ્યુલર લેક્ચર્સ લેવાતાં ન હતાં, જેના પગલે ક્લાસીસમાં વિદ્યાર્થીઅોની સમયાંતરે લેવાતી પરીક્ષાઅો પણ લેવાતી ન હતી. ધોરણ-૧૦માં હોવાથી મહત્ત્વનું વર્ષ ગણાતું હોઇ બંને વિદ્યાર્થીના વાલી ચિંતામાં મુકાયા હતા અને અા અંગે અનેક વખત અાકાશ ઈન્સ્ટિટ્યૂટના સ્થાનિક વહીવટીતંત્રને રજૂઅાત કરાઈ હતી.

દેવેશ દંડ જણાવે છે કે અાંબાવાડી બ્રાન્ચના બ્રાન્ચ ઈન્ચાર્જ રોહિત સુદને પણ અા મુદ્દે અનેક વખત રજૂઅાતો કરાયેલી, પરંતુ તેમના તરફથી કોઈ જ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. બાદમાં સંસ્થાની વેબસાઈટ પરથી દિલ્હીની હેડઅોફિસનો ફોન નંબર લઈને તેના પર કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના દ્વારા પણ કોઈ જ જવાબ મળતો ન હતો. અા મુદ્દે રોહિત સુદ તેમજ અન્યને અનેક વખત વોટ્સઅેપ અને ઈ-મેઇલથી રજૂઅાતો કરી, પરંતુ અેક પણ મેસેજ કે ઈ-મેઇલનો અાકાશ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જવાબ અપાયો નથી.

બંને વિદ્યાર્થીઅો જાહેરમાં કરાયેલા અપમાનથી અેટલા તો હેબતાઈ ગયા છે કે હવે તેઅો ફરીથી અાકાશ ઈન્સ્ટિટ્યૂટમાં પગ મૂકવા તૈયાર નથી. તેથી બંને વાલીઓઅે તેમને હવે અન્ય ઈન્સ્ટિટ્યૂટ ખાતે અેડમિશન અપાવી દીધું છે, જેથી તેમનો અભ્યાસ ન બગડે, પરંતુ અાકાશ ઈન્સ્ટિટ્યૂટને અપાયેલી ફી અને તેની સામે સંસ્થા તરફથી અપાયેલી સર્વિસના મુદ્દે હવે બંને વાલીઅો ગ્રાહક સુરક્ષામાં જવાનો વિચાર કરી રહ્યા છે. માત્ર તગડી ફી વસૂલીને બાદમાં અભ્યાસની ગુણવત્તાના મુદ્દે વિદ્યાર્થીઅોને ઠેંગો બતાવી છેતર‌િપંડી કરી રહેલી ખાનગી શૈક્ષ‌િણક સંસ્થાઅો સામે જ્યાં સુધી વાલીઅો અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી અા જ પ્રકારે વિદ્યાર્થીઅો છેતર‌િપંડીનો ભોગ બનતા રહેશે અને તેમનાં ભાવિ પણ ડામાડોળ થતાં રહેશે તેમાં બેમત નથી.

“અમને ગુજરાત બોર્ડ અને સીબીઅેસઈ બોર્ડના વિદ્યાર્થીઅો સાથે બેસાડવામાં અાવતા હતા. ક્લાસ ચાલુ થયાના અેક મહિના બાદ અમને બુક્સ અાપવામાં અાવી. ફી બાબતમાં અમને અાખા ક્લાસની વચ્ચે અપમાનિત કરીને કહ્યું કે તમે કાલે ફી નહી ભરો તો તમને ક્લાસમાં બેસવા નહીં દેવાય.”– મેઘરાજસિંહ વાઘેલા, વિદ્યાર્થી

“અેક વિદ્યાર્થી હશે તો પણ ભણાવીશુ અને પૂરંતુ મટીરિયલ અાપીશું તેવી ખાતરી અાકાશ ઈન્સ્ટિટ્યૂટે અાપેલી પરંતુ ઈગ્લિંશ અને અેસઅેસના તો ટીચર જ ન હતા. ક્લાસીસ શરૂ થયાના બે-ત્રણ મહિના બાદ તેઅો અાવ્યા. બાયોલોજીમાં અેક મહિના માટે કોઈ ટીચર જ ન અાવ્યા. બાકી બધા વિષયો માટે ટીચર્સ રેગ્યુલર બદલાતા રહેતા હતા.”-નિલય દંડ, વિદ્યાર્થી

“ટર્મ પેટે અમે પ૦ ટકા ફી ચૂકવી દીધી હતી અને પાંચ મહિના વીતી ગયા હતા, પરંતુ અા પાંચ મહિના દરમિયાન અમારાં બાળકોને જાેઈઅે તેવું શિક્ષણ અાકાશ ઈન્સ્ટિટ્યૂટ તરફથી મળ્યું ન હતું. અેસઅેસ અને ઇગ્લિશનાં લેક્ચર તો શરૂ જ થયાં ન હતાં. મેથ્સ પણ વીકમાં અેક જ વખત અને તે પણ અેક જ કલાક ભણાવાતું હતું. અમે બાકીની ફી ટર્મના છ માસ પૂરા થાય ત્યાર પછી ભરીઅે તેવી વિનંતી ઈન્સ્ટિટ્યૂટને કરેલી, પરંતુ તેમણે માની નહીં.” – જયશ્રીબા વાઘેલા, મેઘરાજસિંહનાં માતા

“અમે અેપ્રિલ-ર૦૧૭માં અાકાશ ઈન્સ્ટિટ્યૂટમાં રજિસ્ટ્રેશન ફી ભરીને પ્રવેશ લીધેલો. અે વખતે અાઈસીઅેસઈ બોર્ડના ૧૩ જેટલા વિદ્યાર્થી થતા હતા, પરંતુ ઈન્સ્ટિટ્યૂટ ખાતે ત્યારબાદ અાગની ઘટના બનતાં લેક્ચર્સ અેપ્રિલના બદલે ર૦ મેની અાસપાસ શરૂ થયાં. દરમિયાન અન્ય વિદ્યાર્થીઅોઅે બીજા ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવી લેતાં બચેલા બે વિદ્યાર્થીઅો માટે પણ ખાસ બેચ ચાલુ કરવાની અાકાશ ઈન્સ્ટિટ્યૂટે ખાતરી અાપી હતી, પરંતુ તે પછી તેમ થયું નહીં.”- દેવેશ દંડ, નિલયના પિતા
Recent Story

Popular Story