VIDEO:સુરેન્દ્રનગરની અલ્ટ્રાવિઝન સ્કૂલના વાલીઓ રસ્તા પર,ફી વધારાનો કર્યો વિરોધ

By : kavan 10:48 AM, 12 January 2018 | Updated : 12:51 PM, 12 January 2018

સુરેન્દ્રનગર: શાળાઓ દ્વારા ફી વધારવામાં આવી રહી છે.ત્યારે સુરેદ્રનગરમાં ફી મુદ્દે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે.અલટ્રા વિઝન ખાનગી શાળામાં વાલીઓએ હોબાળો કર્યો છે.વાલીઓએ રસ્તા પર બેસીને સુત્રોચાર કરીને વિરોધ કર્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળે પોલીસ ગોઠવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પેરેન્ટસ એસો.ના તમામ સંગઠનોના આગેવાનોની ગઇકાલે મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરાયા મુજબ સરકાર અને શાળા સંચાલકોને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા માટે 12મી જાન્યુઆરીના રોજ પ્રતીક રૂપે સમગ્ર ગુજરાતની શાળા બંધનું એલાન આપવામાં આવેલ છે અને તેમાં સ્વયંભુ રીતે લોકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.આ બંધને PAAS અગ્રણીઓનો પણ ટેકો મળ્યો હતો. જો કે આજે સવારથીજ રાજ્યની કેટલીક શાળાઓ રાબેતા મુજબ ચાલું રહી હતી. તો કેટલીય શાળાઓ આ બંધમાં જોડાઇ હતી.
 



loading...

Recent Story

Popular Story