દારૂના અડ્ડાનો VIDEO વાયરલ થતા પોલીસ થઇ દોડતી

By : kavan 06:31 PM, 12 February 2018 | Updated : 06:33 PM, 12 February 2018
સુરતમાં છેલ્લા ઘણા સમયથી લાભેશ્વર પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચાલતો હતો.ત્યારે હવે આ દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે.પોલીસ ચોકીની પાછળ ધાબા પર દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો.ત્યારે હવે આ દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર દ્વારા વરાછા પોલીસને આદેશ આપતા સ્થાનિક પોલીસે ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.આ દારૂના અડ્ડા પર દરોડા પાડીને પોલીસે બુટલેગર નારાયણ શાહની ધરપકડ કરી છે.પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો.

તેમ છતા પોલીસ દ્વારા અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી નથી તે સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.સ્થાનિકો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યા બાદ પોલીસ કેમ એક્શનમાં આવી તે અંગે સ્થાનિક પોલીસ પર પણ સવાલો ઉઠવા પામ્યા હતા.
 Recent Story

Popular Story