સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધીરજ- સન્સ મેગા સ્ટોર આવેલું છે.આ સ્ટોરમાંથી સોમવારના રોજ અજાણ્યા બે શખ્સોએ પ્રવેશ કરી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.મેગાસ્ટોર ના એકાઉન્ટ વિભાગના ડ્રોઅરમાંથી બને શખ્સોએ 10 લાખથી વધુની રોકડ ચોરી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાને પગલે સ્ટોરના માલિકની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા.
બંને આરોપીઓ સુરતના રુદરપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળે છે.આરોપીઓ પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.