સુરતમાં વરસાદ, અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં વરસાદની આગાહી

By : KiranMehta 04:25 PM, 11 October 2017 | Updated : 04:25 PM, 11 October 2017
સુરતમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ વરસી ગયો છે. વહેલી સવારથી જ જિલ્લાના માંગરોળ, ઓલપાડ, માંડવી, ઉમરપાડા સહિતના તાલુકામાં વરસાદ વરસી ગયો છે. જોકે આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.કેમ કે આ વરસાદ  ડાંગર અને શેરડીના પાક માટે નુકસાનરૂપ છે. બીજીબાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. 
 • સુરત જીલ્લામાં વરસાદી ઝાપટા
 • જીલ્લાના માંગરોળ, ઓલપાડ,માંડવી, ઉમરપાડા, સહિતના તાલુકમાં વરસાદ
 • વહેલી સવારથી જીલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો
 • ખેડૂતોને ડાંગરના ઉભા પાકને લઈ નુકસાનની થઈ ભીતિ
 • શેરડીની રોપણીમાં થતા વિલંબ ખેડૂતોની ચિંતામાં થયો વધારો
 • અતિશય ગરમીના ઉકળાટથી વતાવણમાં ઠંડક પ્રસરી લોકોને મળી રાહત

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે...યાત્રાધામ શામળાજી, મોડાસા, માલપુર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે...વહેલી સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવારણ છવાઈ ગયું છે...માવ"ૅં થવાની ભીતિના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે... 
 • વાતાવરણમાં અચાનક પલટો
 • શામળાજી, મોડાસામાં વાતાવરણ પલટાયું
 • માલપુરમાં પણ વાતાવરણમાં પલટો
 • વાદળ છાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ
 • માવઠું થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત



Recent Story

Popular Story