એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવુડમા આવવા પાછળ સની લિયોનીની ઇચ્છા માત્ર પોતાની ઇમેજ બદલાની હતી. પરંતુ પાંચ વર્ષ લાંબા કરિયરમાં તેણે 'જિસ્મ' 'રાગિની એમ.એમ.એસ 2' 'વન નાઇટ સ્ટેન્ડ' અને 'તેરા ઇન્તઝાર' જેવી ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં તેની એક્ટિંગ કરતા તેના બૉલ્ડ અવતાર પર ફોક્સ કરવામાં આવ્યુ છે. પરંતુ હવે સની લિયોનીએ પોતાના કરિયરને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે.
સની લિયોની હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જઇ રહી છે. તેણે એક તેલુગુ ફિલ્મ પણ સાઇન કરી લીધી છે. ફિલ્મનુ નામ તો હજુ ફાઇનલ થયું નથી. નવા પ્રોજેક્ટ વિશે વાત કરતા સની લિયોનીએ કહ્યુ કે ''મને આશા છે કે આ ફિલ્મ પછી મારી ઇમેજ બદલાઇ જશે. હું હંમેશાથી એક્શન સીકવન્સ કરવા ઇચ્છતી હતી. વર્ષોથી હું આ સ્ક્રિપ્ટની રાહ જોઇ રહી હતી.''
સની લિયોનીએ કહ્યુ કે ''મેં તે જ સમયથી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી હતી જ્યારથી ડિરેક્ટરે મને સ્ક્રિપ્ટ સંભળાવી હતી.'' સની લિયોનીએ કહ્યુ કે સાઉથ ઇન્ડિયા માટે મારી દિલમાં ખાસ જગ્યા છે. તેણે કહ્યુ કેતેલૂગુ ફિલ્મ કરવાને લઇને ખૂબ જ એક્સાઇટેડ છું. સાઉથ ઇન્ડિયાખાસ કરીને આંધ્ર પ્રદેશતમિલનાડુ અને કેરલમાં મારા ઘણા ફેન્સ છે.''
સની લિયોનીની આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા હશે જેમાં તે તલવારબાજી અને ધોડેસવારી કરતા જોવા મળશે. કહેવાય છે કેફિલ્મમાં સની લિયોની નવો અવતાર જોવા મળશે. આ ફિલ્મને વી.સી. વાદીવુદિયાન ડિરેક્ટ કરશે. ફિલ્મ તામિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે.
આ પહેલી વખત નથી જ્યારે સની લિયોની સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં જોવા મળી હોય. વર્ષ 2015માં આવેલી કન્નડ ફિલ્મ 'ડીકે' માં તે 'સેસમ્મા' સોંગમાં ડાન્સ કરતી જોવા મળી હતી. સાઉથ ઇન્ડિયામાં સની લિયોની શાનદાર ફેન ફૉલોઇંગ છે.