દારૂ પીવાનો શોખ છે આ ભેંસને, વર્ષના કમાય છે 1 કરોડ રૂપિયા

By : KupraMehta 10:59 AM, 12 September 2017 | Updated : 11:05 AM, 12 September 2017

આ ભેંસનું  નામ સુલ્તાન છે અને આ હરિયાણામાં રહે છે. મુર્રા પ્રજાતિનો આ ભેસ એક દિવસમાં 10 કિલો દૂધ, 15 કિલો સફરજન, 20 કિલો ગાજર, 10 કિલો અનાજ અને 10 12 કિલો લીલા પાન ખાય છે. એના એક દિવસના ખાવાના પર ઓછામાં ઓછા 2 હજાર રૂપિયા ખર્ચ થાય છે. 

સુલ્તાનના વીર્યની દેશમાં ઘણા રાજ્યમાં માંગ છે. એના સીમેનના એક ડોઝની કિંમત 306 રૂપિયા છે. એના દ્વારા આ વર્ષમાં 10 મિલીયન એટલે કે 1 કરોડ કમાઇને એના માલિકનું ખિસ્સુ ભરે છે. 

સાઉથ આફ્રિકાના એક ખેડૂતે 21 કરોડ રૂપિયામાં સુલ્તાનને ખરીદવાની ઓફર કરી. પરંતુ માલિકે એનાથી અલગ કરવાની ના પાડી દીધી. 8 વર્ષનો આ ભેંસ 6 ફીટ લાંબો છે અને એનું વજન 1.5 ટન છે. 

એના સીમેનના કારણે દેશભરમાં પશુપાલકોની વચ્ચે ફેમસ છે. તો બીજી બાજુ શરાબ પીવાના શોખના કારણે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. સુલ્તાનને વિસ્કી પીવાનો શોખીન છે એનાથી એના માલિકને કોઇ આપત્તિ નથી. દરરોજ સાંજે સુલ્તાન વિસ્કી પીવે છે.


loading...

Recent Story

Popular Story


loading...