રાજકોટના ગોંડલના રજવાડી લોકમેળામાં મોતનો કુવામાં એક યુવતિને સ્ટંટ ભારે પડયો. જયારે શો ચાલુ હતો ત્યારે જ મારૂતિ કારમાંથી યુવતિ નીચે પટકાઇ. દ્રશ્યમાં તમે જોઇ શકો છો કે મારૂતિ કારમાંથી સ્ટંટ કરવા જતાં યુવતિ નીચે પડે છે.
આ દ્રશ્યો તમને વિચલીત કરી શકે છે. મોતના કુવાનો શો તમે અનેકવાર નિહાળ્યો હશે. પણ આવો અકસ્માત કોઇ પણના ધબકારા ચુકવી દે તેવો છે. મળતી વિગત મુજબ મોતના કુવામાં પડી ગયેલી યુવતિએ મોતને મ્હાત આપી છે. સદ્દનસીબે તે જીવિત છે અને સારવાર હેઠળ છે.