સરળ છે WhatsApp પર પૈસા મોકલવાનું, આ સ્ટેપ્સ કરો ફૉલો

By : juhiparikh 05:44 PM, 13 February 2018 | Updated : 05:44 PM, 13 February 2018
પેમેન્ટ ફિચર ભારતમાં એન્ડ્રોઇડ અને iOS બંને માટે શરૂ થઇ ગયું છે. લાંબા સમય પછી આવેલા આ ફિચરની મદદથી હવે યૂઝર્સ WhatsApp પર રૂપિયા સેન્ડ અને રિસીવ કરી શકશો. અમે તમને બતાવીશું કે કેવી રીતે તમે WhatsAppથી રૂપિયા ટ્રાન્સફર કરી શકશો..

આ નવા પેમેન્ટ ફિતર માટે તમારે WhatsAppના સેટિંગ ઑપ્શનમાં જવાનું રહેશે. ત્યાં ADD એકાઉન્ટ ઑપ્શન મળશે, જેના પર ક્લિક કરો.

ક્લિક કરતાની સાથે બેંકોની લિસ્ટ મળશે, જ્યાં તમે તમારી બેંકને પસંદ કરી તમારું એકાઉન્ડ એડ કરી શકો છો. 

બેંક પર ક્લિક કરતા જ તમારા એકાઉન્ટની જાણકારી સ્ટોર કરી લેશે. ધ્યાનમાં રહે કે તમારું એકાઉન્ટ મોબાઇલ નંબરથી લિંક હોવું જોઇએ.

જે પછી તમારું એકાઉન્ટ WhatsAppથી લિંક થઇ જશે. રૂપિયા મોકલવા માટે તમારું UPI એકાઉન્ટ હોવું જોઇએ. જો નથી તો તમે UPI એપ અથવા તો તમારે બેંકની મદદથી UPI એકાઉન્ટ બનાવવું રહેશે, જ્યાં UPI પિન એડ કરીને પ્રોસેસ પૂરી કરી શકશો.

કહેવાય છે કે WhatsApના આ નવા ફિચર Paytmને પડકાર આપશે. હજુ સુધી Paytm UPI બેસ્ડ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય એપ હતી પરંતુ WhatsApp તેણે જરૂરથી ટક્કર આપશે.

WhatsAppના ભારતમાં કરોડો યૂઝર્સ છે, જે Paytm માટે પડકારરૂપ સાબિત થશે. યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેઝ (UPI) એક એવી પેમેન્ટ સિસ્ટમ છે, જેની સરળતાથી કોઇ પણ દેશમાં કોઇને પણ પૈસા   ટ્રાન્સફર કરી શકશો. આ માટે યૂઝરના મોબાઇલ નંબરની મદદથી એકાઉ્ટને જાણકારી મેળે છ, જેમાં યૂઝર યૂનિક આઇડી બનાવીને રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.Recent Story

Popular Story