આ ચીજોનું રાખશો ધ્યાન તો 40 વર્ષ બાદ નહીં આવે શારીરિક નબળાઇ

By : krupamehta 06:42 PM, 08 September 2017 | Updated : 06:42 PM, 08 September 2017
સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વિકાસ હોય છે... આ કહેવત તો તમે ઘણી વાર સાંભળી હશે પરંતુ તમારું શરીર સ્વસ્થ રહે એ માટે હાડકાઓનું મજબૂત હોવું જરૂરી છે. અત્યારના બદલાતા સમયમાં લોકો ખાવા પીવાને લઈને ઘણી બેદરકારી રાખે છે અને કેટલીક એવી વસ્તુઓનું સેવન કરે છે જે સમયથી પહેલાં હાડકાઓને કમજોર બનાવી દે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ એવી કઇ વસ્તુનું સેવન ના કરવું જોઇએ. 

1.ચોકલેટ
 ચોકલેટ તો બધાને પસંદ હોય છે પરંતુ એનું વધારે સેવન તમારા હાડકાંઓને કમજોર બનાવી દે છે. ચોકલેટ ખાવાથી શરીરમાં શુગર અને ઓક્સેલેટનું પ્રમાણ વધી જાય છે જેને લીધે કેલ્શિયમ સારી રીતે એબ્ઝોર્બ નથી થતું અને હાડકા નબળા પડી જાય છે.

2.કોફી
કોફીમાં રહેલા કેફીન હાડકાની માસ ડેન્સિટીને ઓછી કરી દે છે. એની સાથે જ શરીરમાં એની વધારે માત્રા હોવાથી હાડકા કમજોર થઈ જાય છે.

3.વધારે સ્વિટ
વધારે ગળ્યું ખાવું પણ શરીર માટે નુકસાનકારક છે. એમાં ફોસ્ફોરિડ એસિડ જેવા કેમિકલની માત્રા હોય છે જે હાડકાઓને કમજોર બનાવી દે છે.

4.વધારે મીઠું ખાવું 
વધારે મીઠું ખાવાથી પણ હાડકાઓ નબળા બની જાય છે. આ વસ્તુઓમાં ચિપ્સ , દાળમુઠ , નમકિનનો સમાવેશ થાય છે જેમાં સોડિયમની માત્રા ઘણી વધારે હોય છે.
 Recent Story

Popular Story