વડોદરામાં GST ઓફિસ પર દરોડા પડયા છે. GSTના ચીફ કમિશનરની ઓફિસ પર સ્ટેટ વિજિલન્સ ડાયરેકટર સહિતની ટીમે દરોડા પાડયા છે. ઓફિસની તપાસ કરતા કેટલાક શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા છે.
સ્ટેટ વિજિલન્સની ટીમે આ તમામ દસ્તાવેજ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે GSTના ચીફ કમિશનર સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ તો સ્ટેટ વિજિલન્સની ટીમ સઘન તપાસ કરી રહી છે.