આ સાંભળવામાં વિચિત્ર લાગશે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હવે મૃત્યુનો અંદાજ કાઢવા માટે વાપરવામાં આવશે. સંશોધકો ટેકનોલોજીમાં કાયમી આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે જે નજીકના ભવિષ્યમાં મૃત્યુના જોખમને લઈને ડૉક્ટરને ચેતવણી આપી શકે છે. આ સાથે ડોકટરો દર્દીઓ અને તેમના સંબંધીઓને જીવનનો અંત લાવવાનો યોગ્ય માર્ગ વિચારી શકે છે.
આ પ્રયત્નો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની એક ટીમ દ્વારા કરવામાં આવી છે. સંશોધકોએ ડીપ લર્નિંગ નામની મશીન લર્નિંગ ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ટેકનોલોજી ફિલ્ટર કરવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે અને આવું કરવાથી આ મશીન ઢગલાબંધ ડેટાથી લર્ન પણ કરે છે .
આ મોડેલ તૈયાર કર્યા પછી સંશોધકોની ટીમે હોસ્પિટલમાં ભરતી 20 મિલિયન ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સનો ડેટા મેળવ્યો છે. હવે આ ડેટા પર ડીપ લર્નિંગ અલ્ગોરિધમનો ફીડ આપ્યો છે. ત્યાર બાદ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ વાપરીને અનુમાન લગાવવામાં આવશે કે કયું દર્દી 3 થી 12 મહિનામાં મૃત્યુ પામવાનું છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના AI લેબના એક ટીમના સભ્ય જે પી.એચ.ડી.ના ઉમેદવાર પણ છે એમણે ખાતરી આપી હતી કે "કાળજીપૂર્વક ડિઝાઇન કરેલ પ્રાયોગિક અભ્યાસના બદલે અમે આરોગ્ય સંભાળ રાખવા માટે નિયમિત રીતે એકત્રિત થયેલ ઓપરેશનલ ડેટાનો ઉપયોગ કરીને એક ભવિષ્યવાણી કરતુ મોડેલ બનાવી શકીએ છીએ."
આ મોડેલ માહિતીનો સારો સ્રોત બની શકે છે જે દર્દીને મૃત્યુ પહેલાં સારી સંભાળની જરૂર છે. દર્દીને જીવંત રાખવા માટે પણ કયા પ્રકારની સારવાર આપવી એ નક્કી કરવા માટે પણ આ ટેક્નોલોજી ખુબ અગત્યની છે.