અરવલ્લીના ધનસુરા રોડ પર ST બસ પલટી, 7 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

By : HirenJoshi 09:26 AM, 14 November 2017 | Updated : 09:26 AM, 14 November 2017
મોડાસાઃ અરવલ્લીથી મોડાસા તરફ આવતી ST બસ અરવલ્લીના ધનસુરા રોડ પર પલટી મારી ગઈ હતી. વિરપુરથી મોડાસા તરફ જઇ રહેલી એસટી બસ પલટી મારી ગઇ હતી. જેમા 7 વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકે સવાર હતા.

જેમાંથી વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો, જ્યારે અન્ય ચાર લોકોને સામાન્ય ઈજા પહોચી છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચી છે. ઈજા ગ્રસ્તોને બાયડ અને વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા છે. 

ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં એક બીજો અકસ્માત સર્જાયો હતો. જે ટ્રક અને ટ્રેકટર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 મહિલા સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જયારે 13 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે. તમામ મૃતકો ઝાલોદના કાદવાડ ગામના રહેવાસી છે.

તમામ લોકો ટ્રેકટરમાં ખેતરમાં મજૂરી કામ કરવા પાટણ તરફ ટ્રેકટરમાં જતા હતા. તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ ઘટનાને લઇને માલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. તો ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી માલપુર અને મોડાસામાં ખસેડાયા છે.  Recent Story

Popular Story