અઢળક પૈસા કમાવા હોય તો એક એલચીને ઘરના આ સ્થળે મુકી દો પછી....

By : kavan 03:14 PM, 10 January 2018 | Updated : 03:14 PM, 10 January 2018
ભારતીય શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું નિરાકરણ આપવામાં આવેલ છે.જીવનની દરેક સમસ્યાનો સરળ ઉપાય આપણા ભારતીય ગ્રંથોમાં આપવામાં આવેલ છે ત્યારે કેટલીક સામાન્ય બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો આપણા જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યા ચપટી વગાડતા દૂર થઇ જતી હોય છે. આવો જાણીએ કેટલીક એવી વાતો જે આપણા જીવનના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે.

આપણે બધા રોજિંદા ખોરાકમાં લવિંગ અને એલચીનો નિયમિત રીતે ઉપયોગ કરીએ છીએ પરંતુ લવિંગ અને એલચી આપણાં જીવન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાનો ઉકેલ લાવે છે એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે.

જો તમે કેટલીય સમસ્યાઓથી ઘેરાયેલા હોય અને તમને કોઈ રસ્તો દેખાતો ના હોય અને એમ લાગતું હોય કે તમને કોઈ સાથ આપતું નથી કે તમને કોઈ સમજતુ નથી તો આ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી માત્ર આ પ્રયોગ કરવાથી થશે ફાયદો.

એક લીલી એલચી લઇને તમારા પુજા ઘર સામે બેસી જવુ અને ॐ श्रीं श्रियें नमः આ મંત્રનો 108 વાર જાપ કરવો,આ જાપ કરતી વખતે કોઇ તમને પરેશાન ના કરે તે વાતનું ખાસ ધ્યાન રાખવું.આપને જણાવી દઈએ કે આ પ્રયોગ કરતી વખતે તમને કોઈ જોઈ ના લે તેનું ખાસ ધ્યાન રાખવું 

આ એલચીના દાણાને તમારી મુઠ્ઠીમાં બંધ કરીને તમારા ઘરની અંદર જ 7 ચક્કર લગાવો,ત્યારબાદ ફરી એકવાર પુજાઘર સામે બેસી જાવ.ત્યારબાદ લાલ રંગના કપડામાં આ એલચીને વિંટાળીને બંધ કરી દો.આ પોટલી ઘરમાં એવી જગ્યાએ છુપાવી દો કે જેને તમારા પરિવારની વ્યક્તિ જોઇ ના લે.21 દિવસ બાદ આ પોટલીને પાણીમાં પધરાવી દેવાનું ખાસ યાદ રાખવું જરૂરી છે.આ પ્રયોગ બાદ તમારા જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાનો ઉકેલ તરત આવશેRecent Story

Popular Story