મોબાઇલ ઝડપથી ચાર્જ કરવો છે..? અપનાવો આ ટીપ્સ

By : kavan 05:26 PM, 12 September 2017 | Updated : 05:26 PM, 12 September 2017

મોબાઇલના ચાર્જીગને લઇને કેટલીય સમસ્યા જોવા મળતી હોય છે.ઘણીવાર તો ફોન ચાર્જમા મુક્યા બાદ કેટલાય કલાકો લાગે છે તેને ચાર્જ થવામાં પરંતુ ત્યા સુધીમાં તો ક્યારેક આપણું અગત્યના કામો પણ રહી જતા હોય છે. ઘણીવાર એવું પણ સાંભળવામાં આવે છે કે મોબાઇલ ચાર્જીગમાં મુકીને ક્યારે ફોન પર વાત ન કરવી જોઇએ કે ફોન પર કોઇ પ્રવૃત્તિ કરવી જોઇએ.

તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવામાંટે આટલી બાબત ખુબ જ અગત્યનું છે.

  • મોબાઇલને ફ્લાઇટ મોડ પર મુકીને મોબાઇલ ફોનને ચાર્જ કરવાથી રૂટીન સમય કરાતા ઓછા સમયગાળામાં મોબાઇલ ફોન ચાર્જ કરી શકાય છે.
  • મોબાઇલ ફોન ચાર્જીગ બાબતે એક એવી પણ ભ્રામક માન્યતા ફેલાયેલ છે કે મોબાઇલને ચાલુ રાખીને ચાર્જ કરવાથી નુકસાન થાય છે.પરંતુ મોબાઇલને ઝડપથી ચાર્જ કરવા જો તેને બંધ કરવામાં આવે તો તે ખુબ ઝડપથી ચાર્જ થશે.
  •  USB પોર્ટની મદદથી એટલે કે લેપટોપ કે કોમ્પ્યુટરના માધ્યમથી જો મોબાઈલ ફોન ચાર્જ કરવામાં આવશે તો તે ઝડપથી ચાર્જ નહીં થાય.
  • કેટલાક નિષ્ણાંતોનું કહાવુ છે કે સુર્ય પ્રકાશને કારણે મોબાઇલની બેટરી ઝડપથી ઉતરતી હોય છે.તો મોબાઇલને મીનીમમ સુર્યપ્રકાશમાં રાખવો જોઇએ.
  • શક્ય હોય ત્યાં સુધી કંપની દ્વારા આપવામાં આવેલ ઓરીજનલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઇએ.Recent Story

Popular Story