દિવાળી પહેલા અપનાવો આ ઉપાય, થઇ જશો માલામાલ

By : kavan 01:56 PM, 09 October 2017 | Updated : 01:56 PM, 09 October 2017
દિવાળી આવવાને હવે નજીકના દિવસ જ બાકી છે પરંતુ દિવાળીને લઇને ઘરમાં કેટલીય બાબતોમાં ફેરફાર કરવામાં આવે છે. લક્ષ્મીજી ત્યારે જ આવે જ્યારે ગંદકી ના હોય આવી એક માન્યતા આપણે ત્યાં ફેલાયેલી જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રના જણાવ્યા અનુસાર કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે પરીવાર પર લક્ષ્મીજીની અસીમ કૃપા તે પરીવાર પર અવિરત બની રહે છે. અહીં આપવામાં આવેલ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ સુખ-સંપત્તિમાં વધારો થાય છે.

- ઘરમાં કોઇ ખરાબ વસ્તુ પડી હોય તો તેને રીપેરીંગ કરીને ઘરમાં ઉપયોગમાં લેવી જોઇએ. જો તે ના થઇ શકે તેમ હોય તો તેનો ઘરમાંથી નીકાલ કરી દેવો જોઇએ. ઘરમાં પડેલી નકામી વસ્તુઓને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે તો આ બાબતમાં વિચારવું જોઇએ.

- જો તમારી પાસે કોઇનું ઉધાર અથવા કર્ઝ લીધેલુ હોય તો દિવાળી પહેલા જ ચુકવી દેવું જોઇએ. શાસ્ત્રમાં જણાવ્યુ છે તે મુજબ લક્ષ્મીજી એવા ઘરોમાં જ વાસ કરે છે જ્યા કોઇ પણ પ્રકારનું કર્ઝ હોતુ નથી.

- ઘરની છત પર નકામા કુંડા અને કચરો જમા થયો હોય તો તે સાફ કરી નાખવો જોઇએ. જો છત સાફ-સફાઇ કરેલી હશે તો પરીવાર પર તણાવ અને આફત નહીં આવે.

- ઘરનો મુખ્યદ્વાર જો તુટેલો હશે તો તેને તરત જ ઠીક કરાવી દેવો જોઇએ. બારીનો કાચ પણ જો તુટેલો હોય તો તેને બદલી દેવો જોઇએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઘરમાં બની રહે છે. 

- ઘરની અંદર તુટેલો અરીસો રાખેલો હોય તો તેને હટાવી દેવો જોઇએ. તુટેલો અરીસો ઘરમાં રહેવાથી નકારાત્મક ઉર્જા ઉભી થાય છે અને પરીવાર પરેશાન થાય છે.Recent Story

Popular Story