વેપાર-ધંધામાં થશો ખુબ ધનવાન,અપનાવો આ સરળ ઉપાય

By : kavan 01:22 PM, 12 September 2017 | Updated : 02:36 PM, 12 September 2017

માણસ નાનો હોય કે મોટો તેની ઇચ્છા હોય છે કે પોતના કારોબારમાં દિન-પ્રતિદિન વધારો થયા કરે. વ્યાવસાય નાનો હોય કે મોટ પરંતુ તેમાં સતત વધારો થતો રહે તેવી દરેક વ્યક્તિની આશા હોય જ છે. આ માટે દરેક માણસ પોત પોતાની રીતે મહેનત કરતો રહે છે તેમ છતાં ક્યારેક તેને બધુ જ કરવા છતાં સફળતા મળતી નથી, એટલે તે ક્યારેક હિંમત પણ હારી બેસે છે. પરંતુ આપણા વાસ્તુશાસ્ત્રમાં આમાંટે કેટલાક ઉપાય સુચવવામાં આવ્યા છે. આ ઉપાયોનો અમલ કરવાથી કરોબારમાં ખુબ જ ઝડપથી વધારો થાય છે અને ધનલાભ પણ થાય છે.

જો તમે ખાણી-પીણી એટલે કે હોટલ કે રેસ્ટોરેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો દુકાન કે હોટલની અંદરના ભાગે ગાય કે વાછરડાની પ્રતિકૃતિ રાખવી જોઇએ આમ કરવાથી હોટલ અને રેસ્ટોરેન્ટની આવકમાં વધારો થાય છે અને ધનસંપદા પણ વધે છે.

જે વ્યક્તિ સોના અને ચાંદીના ઘરેણાનો વ્યવસાય કરતા હોવ તો આ પ્રકારના ધંધામાં વધારો કરવામાંટે પોતાના બેડરૂમની અંદર ચાંદીથી બનાવવામાં આવેલ મોરપંખ રાખવાથી વ્યાપાર-ધંધામાં ધારી સફળતા મળશે.

જો આપ ગાડીઓ વેંચવાના વ્યવસાય સાથે જોડાયેલા હોવ તો ગાડીનાં શોરૂમની અંદર  રહેલ ભગવાનનાં પુજાઘર પાસે પિરામીડ રાખવો જોઇએ. આ પીરામીડમાંથી નીકળતી પોઝીટીવ ઉર્જાને કારણે તમારા વ્યવસાયમાં ખુબ જ વધારો થશે અને અઢળક ધનની પ્રાપ્તી થશે.

વિજળીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવ તો પોતાના બેડરૂમની અંદર ક્રીસ્ટલનું વિંડચાઇમ રાખવાથી વાસ્તુશાસ્ત્ર મુજબ ખુબજ લાભકારી માનવામાં આવે છે. જ્યારે જે લોકો કાપડના કે કપડાનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે દુકાનનાં મુખ્ય દરવાજા પર લાલ કપડું ટીંગાળવુ જોઇએ, આમ કરવાથી વેપારમાં વધારો થશે.
Recent Story

Popular Story