આ મંદિરમાં ઊતારવામાં આવે છે પ્રેમનું ભૂત, બાળકોને લઇને આવે છે પેરેન્ટ્સ

By : krupamehta 03:59 PM, 01 January 2018 | Updated : 03:59 PM, 01 January 2018

નવું વર્ષ આવતાં જ લવ કપલ 14 ફેબ્રુઆરીની રાહ જોવા લાગે છે. આજે અમે તમને એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં પ્રેમનું ભૂત ઊતારવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે મંદિરમાં એવા યુવક અને યુવતીઓને લાવવામાં આવે છે જેમના માથે પ્રેમનું ભૂત ચઢેલું હોય છે. 

યૂપીના સહારનપુર જિલ્લાના બેહટ રોડ પર બાલાજીનું મંદિર છે. એની સ્થાપના આશરે 9 વર્ષ પહેલા થઇ હતી. અહીંયા બાલાજી મહારાજ શ્રીરામની સાથે સાથે પોતાની સહયોગી શક્તિ શ્રી કાલ ભૈરવ અને શ્રી પ્રેતરાજ સરકાર સાથે બિરાજમાન છે. 

જાણવા મળી રહ્યું છે કે મંદિરમાં માતા પિતા પોતાના બાળકોના માથે ચઢેલું પ્રેમનું ભૂત ઊતારવા માટે લઇને આવે છે. અન્ય પ્રકારની પરેશાનીઓથી પરેશાન લોકો પણ અહીંયા આવીને દર્શન કરે છે. 

આ મંદિરના સંસ્થાપક દર શનિવારે અને મંગળવારે એક વિશેષ પ્રકારની પૂજા કરે છે. અતુલ જોશી જ યુવક યુવતીઓની સમસ્યાનું સમાધાન માટે પરિજનોથી પૂજા કરાવે છે. 

જે સમયે આ પૂજા થાય છે, એ સમયે માત્ર સંબંધિત યુવક અને યુવતીના પરિવારના લોકો હોય છે. કેટલાક ઉપાય પણ કહેવામાં આવે છે. એમનું માનવું છે કે આ ઉપાયોને કર્યા બાદ બાળકોના માથા પરથી ઇશ્કનું ભૂત ઊતરી જાય છે.loading...

Recent Story

Popular Story