ગુજરાતમાં ગુલાબી ઠંડીની અસર શરુ થઇ ગઈ છેકેટલાક સ્થળો પર તો સખત ઠંડી પાડવા લાગી છે. આજે વહેલી સવારે ઊઠતાંની સાથે જ 2 જુદા-જુદા અવાજો ઘર આંગણે સાંભળવા મળ્યા. એક બાઈ અને તેનો નાનકો સોસાયટીમાં પસાર થતાં-થતાં ઓઢવા-પાથરવાનું મને આપો તેવી માંગ લોકો પાસે કરતા હતા.
વાત એકદમ સામાન્ય છે કે કોઈ જરૂરિયાતમંદ ઠંડીને કારણે ઠૂઠવાતા હતા જેના કારણે તેઓ ચીસો પાડીને કોઈ ગરમ વસ્તુની માંગ કરતા હતા. માગનારી તે બાઈને પોતાનું અંગ ઢાંકવા માટે પૂરતા લૂગડાં નો'તાછોકરું પણ ચડ્ડી પહેરાવ્યા વગર માનો ફાટેલોકાણાં પડી ગયેલો સાડલો પોતાના માથે રાખીને ચાલતું હતું.
સોસાયટીના કેટલાક લોકોએ તે માં દીકરાને ઓઢવાનું અને જુના કપડાં આપ્યાબન્નેના ચહેરા પર અપાર સ્મિત આવી ચડ્યું’તુંત્યાંતો એક બહેને આવીને ગરમ-ગરમ જમવાનું આપતા માં-દીકરાની આંખમાંથી હરખના આંશુ ટપ-ટપ પડવા લાગ્યા….
મોટી બા ભગવાન તમને ખુબ આપે તેવો પાડ માનીને માં-દીકરો હાલતા થયાઆખી ઘટનાં પુરી થઇ અને મને પણ વિચાર આવ્યો કે આપણી વચ્ચે એવા કેટલાય લોકો રહેલા છે જેને બે ટંક રોટલો પણ નથીભણવા પણ નથી મળતુંપૂરતા લૂગડાં પણ નથી આવા લોકો માટે આપણી વ્યસ્તતામાંથી થોડો સમય પસાર કરી આપણે જે કપડાં ના પહેરતા હોય અથવા ફાટી ગયા હોય અને પડ્યા રહ્યા હોય તેવા કપડાં અને ઓઢવા પાથરવાનું આવા લોકોને આપીએવધુ સમય હોય આપણી પાસે તો ગરીબ બાળકોને માંગવાની ટેવ છોડે અને ભણી-ગણી આગળ વધે તેવા પ્રયત્ન કરીએ.
આજે એવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું છે કે શહેર કે કોઈ ગામની એક ચોક્કસ જગ્યા પર 2 લાકડા લગાડવામાં આવ્યા હોય તેના પર શહેરીજનો જુના કપડાં આવીને મૂકી જાયઆવી પહેલ આપણાં વિસ્તારમાં કરીએ તો જ કદાચ ભારતને પરમ વૈભવના શિખર પર લઇ જવાનું સ્વપ્ન સાર્થક થશે...
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે. ( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)