નવી દિલ્હી: 8 નવેમ્બરે 2016એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રર મોદીએ 500-1000 રૂપિયાની જૂની નોટોને ચલણમાંથી બહાર નિકાળી દેવામાં આવી છે. આ નોટબંધીને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે પરંતુ રદ્દી થઇ ગયેલી આ જૂની નોટોનો ઉપયોગ હવે દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. હકીકતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાઇવિુડ જેનું મુખ્યાલય કેરલમાં છે જેની સાથે એક કરાર કર્યો છે. કંપની આ જૂની રદ્દી થઇ ગયેલી નોટોને લુગ્દીમાં બદલીને એને વુડ પલ્પની સાથે મિક્સ કરીને હાર્ડબોર્ડ બનાવી રહી છે. આ હાર્ડબોર્ડનો ઉપયોગ સાઉથ આફ્રિકામાં કરવામાં આવશે.
સાઉથ આફ્રિકામાં 2019માં સામાન્ય ચૂંટણી છે. ચૂંટણી પ્રચારમાં આ આયાત કરેલા હાર્ડબોર્ડનો ઉપયોગ હોર્ડિંગ અને પ્લેકાર્ડના રૂપમાં કરવામાં આવશે. વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાઇવૂડના જનરલ મેનેજર ટીએમ બાવાએ જણાવ્યું કે નોટબંધીની જાહેરાતના થોડાક સમય બાદ તિરુવનંતપુરમ સ્થિત રિઝર્વ બેંકે એમની સાથે સંપર્ક કર્યો. એ લોકો એવું સમજી રહ્યા નહતા કે નોટોને કેવી રીતે ખતમ કરવામાં આવે. જો આ નોટોને સળગાવે તો વાતાવરણ પ્રદૂષિત થાય કારણ કે આ નોટ એક વિશેષ પ્રકારના કાગળથી બનાવવામાં આવે છે.
અમે એમને થોડાક સેમ્પલ મોકલવા માટે કહ્યું. ત્યારબાદ અમારું રિસર્ચ અને ડેવલોપમેન્ટ વિંગએ એવી પદ્ધતિની શોધ કરી જેમાં અમે આ નોટોનો ઉપયોગ કરી શકતા હતા. વેસ્ટર્ન ઇન્ડિયાનો દાવો છે કે ભારતમાં માત્ર એમની કંપની એકલી છે જેમની પાસે બંધ થયેલી નોટોને રિસાઇકલ કરવાની ટેકનોલોજી છે. નોટબંધી બાદથી અત્યાર સુધી કંપનીએ આરબીઆઇથી 750 ટન નોટ ખરીદી છે. કંપનીએ આરબીઆઇ પાસેથી નોટોને 128 રૂપિયા પ્રતિ ટનના હિસાબથી ખરીદી છે.