આઇ સોનલ માતાજીના 94માં જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી

By : HirenJoshi 03:05 PM, 20 December 2017 | Updated : 03:05 PM, 20 December 2017
જુનાગઢઃ આજે સોનલ માતાજીનો 94મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાતભરમાં સોનલ માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ચારણ ગઢવી સમાજ સહિત માતાજીના ભક્તો દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. મઢડા, જામ ખંભાળિયા, કચ્છ, વલસાડ સહિત જિલ્લાઓ શહેરોમાં ઉજવણી થઇ રહી છે. માતાજીની શોભાયાત્રા કાઢી દિવસભર પરંપરાગત રાસની રમઝટ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં સોનલ માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં હજારો જ્ઞાતિબંધુઓ આવે છે. અતિ ભવ્ય માં સોનલ માની શોભા યાત્રા યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. એક અનેરો ઉત્સાહ જોવા મળે છે, જેમાં શિસ્તબધ્ધ સ્વયમ્ સેવકોનું કામ પણ ગઢવી સમાજની એકતાની ઝાંખી કરાવે છે.

વાજતે ગાજતે ચારણી સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે. શોભા યાત્રા પૂર્ણ થયા બાદ અદભૂત માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ ભોજન પછી રાત્રે લગભગ 9 વાગ્યાથી (ડાયરો) સંતવાણીનો દોર શરુ થાય છે. જે લગભગ સવારના 5 વાગ્યા સુધી ચાલે છે અને વહેલી સવારે માતાજીની આરતી સાથે ભવ્ય જન્મોત્સવનું સમાપન કરવામાં આવે છે.Recent Story

Popular Story