48 વર્ષ પહેલા રાજેશ ખન્ના અને નંદીની ફિલ્મ આવી હતી જેનું નામ હતુ 'ઈત્તેફાક'. આ ફિલ્મને બી.આર.ચોપરા પ્રોડ્યુસ કરી હતી. હવે બી.આર.ચોપરાનો પૌત્ર અભય ચોપરા ડિરેક્ટર બની ગયો છે અને તેણે ફિલ્મ 'ઈત્તેફાક'થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મ એક થ્રિલર મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મને રેડ ચિલિઝ એન્ટરટેનમેન્ટધર્મા પ્રોડક્શન અને બી.આર.સ્ટૂડિયોએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં સિદ્ઘાર્થ મલ્હોત્રાસોનાક્ષી સિન્હા અને અક્ષય ખન્ના લીડ રોલમાં જોવા મળશે. એવામાં સલાવ થાય છે કે આ ફિલ્મમાં એ તમામ ખાસિયતો છે જે લોકોને એન્ટરટેન કરી શકશે? જાણીએફિલ્મનો રિવ્યૂ...
સ્ટોરી:
મુંબઇ શહેરમાં એક રાતની અંદર 2 મોત થાય છેએક યૂકેના ફેમસ રાઇટર વિક્રમ સેઠી (સિદ્ઘાર્થ મલ્હોત્રા)ની પત્ની અને બીજી શહેરના નામી વકિલ અને માયા સિન્હા (સોનાક્ષી સિન્હા)ના પતિની.. પોલીસ અનુસાર આ બંને લોકોની મોતની પાછળ વિક્રમ જવાબદાર છે. ત્યારે વિક્રમ અને માયા એકબીજાને ગુનેગાર જણાવે છે. આ હાઇ પ્રોફાઇલ કેસને સોલ્વ કરવાની જવાબદારી પોલીસ ઑફિસર દેવ વર્મા (અક્ષય ખન્ના)ને આપવામાં આવે છે. માત્ર 3 દિવસની અંદર કેસ સોલ્વ કરવાની ઇચ્છા ધરાવતો દેવ જેમજેમ આ ડબલ મિસ્ટ્રીને અંદર સુધી જાય છે તેમ તેમ કેસ વધારે વધારે ગૂંચવાતો જાય છે. શું દેવ સત્ય બહાર લાવી શકશે અને ખુનીને જેલ પહોંચાડી શકશે? માયા કે વિક્રમબન્ને માંથી કોણ સાચું બોલી રહ્યું છે? જો બન્નેએ મર્ડર નથી કર્યુ તો કોણે કર્યુ છે? સત્ય જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ડિરેક્શન:
ફિલ્મનું ડિરેક્શન અને કેમેરા વર્ક સારુ છે. ફિલ્મની વાર્તા 1969માં આવેલી ફિલ્મ 'ઈત્તેફાક' જેવી જ છે. ફિલ્મની સૌથી સારી વાત છે તેની લેન્થજે તમને બોર નહી કરે..ફિલ્મમાં બતાવેલા સરપ્રાઈઝ એલિમેન્ટને વધારે ઇન્ટરસ્ટિંગ બનાવી શકાય તેમ હતુ. જોકેફિલ્મ છેલ્લે સુધી દર્શકોને પક્ડી રાકશે. જે લોકોએ જૂની ઈત્તેફાક જોઈ છેતેમને ફિલ્મની વાર્તા ખબર હશે.
એક્ટિંગ:
સિદ્ઘાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મ અલગ પ્રકારનો રોલ કર્યો છેજે સારો છે. બીજી તરફ માયાના રોલમાં સોનાક્ષી સિન્હાએ સહજ એક્ટિંગ કરી છે. એક્ટર અક્ષય ખન્નાએ ફિલ્મમાં સૌથી સારી એક્ટિંગ કરી છેજેની ઉમ્દા એક્ટિંગને કારણે ફિલ્મ વધારે જોવામાં વધારે મજા આવે છે. ફિલ્મમાં બાકીના તમામ કેરેક્ટર્સ સારું પરફૉર્મન્સ આપ્યુ છે.
મ્યૂઝિક:
ફિલ્મમાં એક પણ ગીત નથી. તેનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સારુ છે.
ફિલ્મ જોવી કે નહી:
જો તમને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જોવાનો શોખ હોય અને તમે સિદ્ધાર્થ મલ્હોત્રાસોનાક્ષી સિંહા અને અક્ષય ખન્નાના ફેન છો તો આ ફિલ્મ જરૂરથી જોવાય.