સોલાર સિસ્ટમથી ચાલતા કોમ્પ્યુટર, અરવલ્લી જીલ્લામાં શરૂ કરાઈ પ્રથમ લેબ

By : KiranMehta 07:16 PM, 14 November 2017 | Updated : 07:16 PM, 14 November 2017
સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા બનાવવા માટે અભિયાનો કરવામાં આવે છે પરંતુ દેશમાં કોઈ ન કોઈ સમસ્યાને કારણે સરકારની આ સુવિધાનો લોકોને લાભ મળી શકતુ નથી. ત્યારે હવે સોલર સિસ્ટમથી ચાલતા કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યા. જો આ કોમ્પ્યુટર કેવી રીતે બનાવવામાં આવ્યા અને ક્યા બનાવવામાં આવ્યા. તે જાણવા માટે જુઓ અમારો આ અહેવાલ.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાના અભિયાનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે ત્યારે હવે સરકારનુ આ સ્વપ્ન પુર્ણ થઈ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કેન્દ્ર સરકારના મેક ઈન્ડિયાના અભિયાન હેઠળ અમદાવાદના 5 યુવાનો દ્વારા મળીને ક્રેઅર કંપની શરૂ કરવામાં આવી અને હવે આ કંપની દ્વારા સોલર સિસ્ટમથી ચાલતા કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યા. સોલર સિસ્ટમથી ચાલતા આ કોમ્પ્યુટર બનાવ્યા બાદ આ યુવાનો દ્વારા અરવલ્લીના ગાબટ ખાતે આવેલ સુરજબા હાઈસ્કુલ ખાતે ભારતની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી.

મહત્વનુ છે આ વિસ્તારમાં વિજળી પુરતી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પુરતુ કોમ્પ્યુટરનુ શિક્ષણ મળતુ ન હતુ. ત્યારે હવે સોલર પાવરથી કોમ્પ્યુટર બનાવવામાં આવતા વિદ્યાર્થીઓને સરળતા થશે. જો કે સોલર પાવરથી બનાવવામાં આવતા કોમ્પ્યુટર સસ્તા પડે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ બાળકોને પણ કોમ્પ્યુટરનુ અભ્યાસ મળી રહે છે.. જેના ભાગ રૂપે આ કંપની દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યુ.  
 
આ સિસ્ટમને સૌપ્રથમ વખત વાઈબ્રન્ટ સિમિટનાં રજૂ કરવામાં આવ્યુ હતુ. ત્યારે આજે આપ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. આ પ્રોજે~ટની શરૂઆત અરવલ્લી જીલ્લાથી કરવામાં આવી છે, અને  આ પ્રોજેટ તૈયાર બાદ હવે આ શાળાના બાળકોને કોમ્પ્યુટરનુ પુરતુ અભ્યાસ પણ મળી રહેશે.Recent Story

Popular Story