સ્મૃતિ ઇરાની કચ્છની મુલાકાતે; અંજારમાં રોડ-શો, પોરબંદરમાં પણ કરશે પ્રચાર

By : HirenJoshi 11:43 AM, 06 December 2017 | Updated : 11:43 AM, 06 December 2017
કચ્છઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે કચ્છના અંજારમાં છે. અંજારમાં સ્મૃતિ ઇરાન રોડ શો કરશે. તો સાથે જ સભા સંબોધશે. ત્યાર બાદ તેઓ પોરબંદરમાં એક સભાને સંબોધશે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે રાહુલ ગાંધી અંજારના પ્રવાસે હતા. ત્યારે આજે સ્મૃતિ ઇરાની અંજારની મુલાકાતે છે.  

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ પ્રચાર કરવામાં લાગ્યા છે. ત્યારે મિશન 150+ને લઇને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે દ્વારકા અને ખંભાળિયાના પ્રવાસે છે. અમિત શાહના સ્વાગત્ માટે બાઇક રેલીનું આયોજન કરાયું છે. તો બંને સ્થળે અમિત શાહ સભા પણ સંબોધશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે. મોદી આજે રાજ્યમાં ત્રણ જગ્યાએ સભા સંબોધશે. પ્રધાનમંત્રી ધંધુકા, દાહોદ, ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા સંબોધન કરશે. ભાજપ માટે મતની માગશે. Recent Story

Popular Story