રાહુલને ગુજરાતમાં વિકાસ દેખાતો નથી, અમેઠીમાં ક્યાં છે વિકાસઃ સ્મૃતિ ઇરાની

By : HirenJoshi 09:59 AM, 07 December 2017 | Updated : 09:59 AM, 07 December 2017
પોરબંદરઃ ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પોરબંદરમાં જંગી જાહેરસભાને સંબોધન કર્યુ હતું. જયાં સભાને સંબોધતા રાહુલ ગાંધી અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ અમેઠીમાં ગુજરાતના વિકાસની વાતો કરી રહ્યા છે. ભાજપ સરકાર હંમેશા વિકાસ સાથે જોડાયેલી છે. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

પોરબંદરમાં ભાજપ પણ પોતાના સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતારી રહયુ છે. કેન્દ્રીયમંત્રી અને જાણીતા ટીવી એકટર સ્મૃતિ ઇરાનીને પ્રચારમાં ઉતર્યા હતા. છાયા વિસ્તારમાં સ્મૃતિ ઈરાનીએ સભાને સંબોધી હતી એન કોંગ્રેસ ઉપર પ્રહારો કાર્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ આ સભા દરમ્યાન રાહુલ ગાંધી ઉપર પણ પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ અમેઠીમાં ગુજરાતના વિકાસની વાતો કરી રહયા છે. ભાજપ સરકાર હંમેશા વિકાસ સાથે જોડાયેલી છે. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. 

પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાના સમર્થનમાં થોડા દિવસો પૂર્વે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ બુધવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રચાર અર્થે પોરબંદરમાં આવ્યા હતા. તેઓએ છાયાના દેવજી ચોક ખાતે સભાને સંબોધી હતી. છેલ્લા રર વર્ષામાં ભાજપે ગુજરાતમાં જે વિકાસ કર્યો  છે તે દેશ માટે મોડલ રુપ બન્યો છે. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસને પણ આડેહાથ લઈ અને પ્રહારો કાર્ય હતા.Recent Story

Popular Story