જે લોકોની કમરમાં હંમેશા દુખાવો રહે છે એમના માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં વેન્ડરબિલ્ટ યૂનિવર્સિટીના એન્જીનિયરોને બાયોમેકેનિક્સ અને વિયરએબલ ટેકનીકથી એવો સ્માર્ટ Underwear બનાવ્યો છે જેનાથી કમરદુખાવામાં આરામ મળી શકે છે.
ભારતમાં અડધીથી વધારે આબાદી કમર દુખાવાની ફરિયાદથી પીડિત છે. એવામાં અહીંયા અંડરવેર કોઇ જાદુથી ઓછો નથી.
બંને ભાગ કમરની વચ્ચે મજબૂત પટ્ટિઓથી જોડાયેલો હોય છે અને કમરના નીચેના ભાગમાં પ્રાકૃતિક રબડના ટુકડા હોય છે. આ અંડરવેરને ત્યારે પહેરવામાં આવે છે જ્યારે વ્યક્તિને કમરમાં દુખાવો થઇ રહ્યો છે. આ ડિવાઇસની સૌથી સારી વાત એ છે કે એને માત્ર એક એપથી કંટ્રોલ કરી શકાય છે.
આ એપને પણ વૈજ્ઞાનિકોએ બનાવી છે. સાથે એને બ્લૂટૂથથી પણ ચલાવી શકાય છે. આ ડિવાઇસને પહેરીને તમે જે પણ કામ કરશો એનાથી તમારી લોઅર બેક પર કોઇ ફરક પડશે નહીં.
આ ટેકનોલોજીનો હેતુ માત્ર કમરનો દુખાવો ઠીક કરવાનો જ નહીં પરંતુ પીઠની માસપેશીઓનો તણાવને દૂર કરવા અને થાક ના લાગવા દેવાનો પણ છે.