હાલમાં થયેલી શોધમાં જ જાણવા મળ્યું છે કે બાળકો પ્લે સ્કૂલમાં જાય એ પહેલાં જ એમનું મગજ પૂરી રીતે વિકસી ચૂક્યું હોય છે. બાળકોની યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પૂરી રીતે વિકસિત થઈ ચુકી હોય છે. હવે બાળકો કેટલા ક્ષમતા વાળા છે એ એમની પરવરીશ પર નિર્ભર કરે છે.
શોધખોળમાં જાણવા મળ્યું છે કે કોઈ બાળકોની શીખવાની ક્ષમતા કેવી હશે અથવા આગળ જતા એમની યાદશક્તિ કેવી રહેશે એ પરવરીશના શરૂઆતના 4 વર્ષ પર નિર્ભર થાય છે. કંઈક નવી વસ્તુઓ શીખવા માટે એક બાળકનું મગજ 2 થી 4 વર્ષની ઉંમરમાં જ વિકસિત હોય છે.
આ ઉંમરમાં બાળક જૂની વસ્તુઓ તરત ભૂલી જાય છે. આ ઉંમરની પછીની બધી વાતો એમને યાદ રહે છે. સંશોધન મુજબ 2 થી 4 વર્ષની ઉંમરમાં કદાચ બાળકોને હેલ્થી બ્રેઈન એક્ટિવેશન મળે છે જે બાળક માટે બહુ સારું હોય છે. આ ઉંમરમાં બાળકો પ્રી-સ્કૂલમાં જવાનું શરૂ કરે છે એટલે જ એને ઘરમાં પણ એવું વાતાવરણ મળવું જોઈએ જેનાથી એનું મગજ સતત કાર્યરત રહે. જો આવું ના થાય તો બાળકોની ન્યુરોલોજિકલ સિસ્ટમ પૂરી રીતે ડેવલોપ થઈ શકતી નથી. જેનાથી એમની શીખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
સંશોધનોનું કહેવું છે કે જો આ સમય દરમ્યાન બાળકોને નવી-નવી વસ્તુઓ શીખવાડવામાં ધ્યાન આપવામાં આવે તો ભવિષ્યમાં એમની શીખવાની ક્ષમતા ઘણી સુઘળ બને છે.