કરણ-રોહિતની 'સિમ્બા'નો ફર્સ્ટ લૂક રિલીઝ, પોલીસ વર્દીમાં જોવા મળશે રણવીરનો ટપોરી લૂક

By : juhiparikh 05:43 PM, 07 December 2017 | Updated : 05:43 PM, 07 December 2017

આ વર્ષે 'ગોલમાલ રિર્ટન્સ' જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા પછી હવે બોલિવુડના જાણીતા ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું નામ હશે 'સિમ્બા'. આ ફિલ્મમાં રણવીર સિંહ છે જે પોલીસ ઑફિસના કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મને રોહિત શેટ્ટી અને કરણ જોહર સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આજે જ સોશ્યલ મીડિયા પર કરણ જોહર અને એક્ટર રણવીર સિંહે આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિવીલ કરી દીધું છે.

આ પોસ્ટરની સાથે રણવીર સિંહે લખ્યુ છે કે, 'સંગ્રામ ભાલેરાવ અકા સિમ્બા'. તમને જણાવી દઇએ કે ધર્મા પ્રોડક્શન અને રોહિત શેટ્ટીની સાથે મળીને રણવીર સિંહની આ પહેલી ફિલ્મ છે.તમને જણાવી દઇએ કે
, આ ફિલ્મ તેલુગુ ફિલ્મ 'ટેમ્પર'ની રિમેક હશે. જેના માટે રોહિત શેટ્ટીએ 'ટેમ્પર' ફિલ્મના રાઇટ્સ પણ ખરીદી લીધા છે. પરંતુ ફિલ્મ મેકરે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ કે, ''સિમ્બાની સ્ટોરી સંપૂર્ણ રીતે તેલુગુ ફિલ્મની નહી હોય. માત્ર 20% જ તેલુગુ ફિલ્મમાંથી લેવામાં આવશે. બાકીની ફિલ્મ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.''

આ ફિલ્મ 28 ડિસેમ્બર 2018ના થિયેટર્સમાં રિલીઝ થશે .આ ફિલ્મની સાથે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ' અને શાહરૂખ ખાનની ફિલ્મ 'ડ્રાફ્ટ' પણ રિલીઝ થશે.
Recent Story

Popular Story