જાણો, હથેળી પરનું આ નિશાન કોઇને બનાવી દેશે ધનવાન તો કોઇને ગરીબ

By : juhiparikh 12:57 PM, 10 February 2018 | Updated : 12:57 PM, 10 February 2018
તમારી હાથના રેખાઓ તમારા જીવનના ઘણા રહસ્યો વિશે જણાવે છે, આ રેખાઓ બદલી શકાતી નતી પરંતુ આગામી સમયમાં આવનારી મુશ્કેલીઓ વિશે અંદાજો જરૂરથી લગાવી શકીએ છીએ.  હસ્તરેખા અને સમુદ્રશાસ્ત્રમાં ત્રિશૂળને શુભ માનવામાં આવે છે. ત્રિશૂળને જોતાં જ આપણી સામે શિવજીની છબિ આવી જાય છે. આવો જાણીએ તમારી હથેળીમાં બનેલું ત્રિશૂળ કઇ વાતનો સંકેત આપે છે.

સૂર્ય રેખા અથવા તો સૂર્ય પ્રવર્ત પર ત્રિશૂળ હોય તો વ્યકિત વિલાસપૂર્ણ જીવન પસાર કરી શકે છે. આવા વ્યકિતને સમાજમાં માન-સન્માન મલશે અને તેને ઘન સંબંધિત ક્યારેય મુશ્કેલી  નહી આવે. જો એક સ્ત્રોતથી પૈસા આવવાના બંધ થઇ જાય તો ઇશ્વર બીજો રસ્તો જરૂરથી બતાવશે. પરંતુ જો ત્રિશૂળ ઉલ્ટું હોય તો શુભ ફળ નથી મળતું.

ત્રિશૂળ કેવું ફળ આપશે આ વાત તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. એટલે કે તે ઊલ્ટું છે કે સીધું તે વાત પર આધાર રાખે છે. જો ત્રિશૂળની આંગળીઓની દિશામાં હોય છે તો ફળદાયી હોય છે અને જો તે આંગળીઓથી વિપરીત દિશામાં હોય તો તેનાથી લાભ નથી મળતો.

જેમના હાથમાં ત્રિશૂળ ઉલ્ટૂ હશે તેમને જીવનમાં સંઘર્ષ કરવો પડી શકે છે અને સાથે જ રોજગાર સંબંધિત મુશ્કેલીઓ સતત આવતી રહેશે. ત્રિશૂળ જો સૂર્ય રેખા પર હોય અને સૂર્ય રેખા ખંડિત હોય તો તે વ્યકિતને ત્રિશૂળનો લાભ મળતો નથી. 

જો કોઇ ભાવ્ય રેખા અથવા તો શનિ પર્વત પર ત્રિશૂળ છે તો તે મોટો વેપારી કે અધિકારી બની શકે છે. જો સૂર્ય રેખા સારી હોય તો તેનું ફળ સારું મળશે છે,  આ વ્યકિત બીજા વ્યકિતની મદદ હંમેશા કરતો રહે છે. 

જે લોકોની હૃદય રેખા પર ત્રિશૂળ હોય છે, તે વ્યકિત લાગણીશીલ હોય છે.  આથી લોકોને જીવનમાં દગો મળે છે. તેના કામના વખાણ નથી થતાં અને લોકો કામ નીકાળીને અલગ કરી દે છે. તેમને પરિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ભાઇ-બહેન જમીન-જાયદાદ પણ હડપ કરી લે છે. આવા લોકો પોતાનું જન્મસ્થાન છોડી દે તો તેમને માન સન્માન મળે છે.

ચંદ્ર પર્વત પરથી નીકળતી ભાગ્યરેખા પર જો ત્રિશૂળ છે તો વિદેશ જવાનો યોગ બને છે અને ત્યાં લાભ મળવવાની શક્યતા રહેલી છે. ભાગ્ય રેખા પર બનેલા ત્રિશૂળની એક શાખા જો ગૂરુ પર્વત પર ચાલી જાય તો વ્યકિતને અધ્યયન અને પ્રશાસનિક ક્ષેત્રમાં લાભ મળે છે. જો એક શાખા સૂર્ય પર્વત પર જતી હોય તો વ્યક્તિને સંગીત અને કળાના ક્ષેત્રમાં સફળતા મળે છે.

જે જાતકોના ગૂરુ પર્વત પર ત્રિશૂળ હોય છે તે પ્રશાસનિક ક્ષેત્રમાં અણધારી સફળતા મેળવે છે.  જોકે, તે માટે ત્રિશૂળને કોઇ અવરોધ ન નડવો જોઇએ. જો આવું થાય તો તેની અસર ઓછી થાય છે.Recent Story

Popular Story