તાજેતરમાં જ દેશની વિવિધ બેંકોએ સેવિંગ એકાઉન્ટ માટેના નિયમોમાં ફેરફાર કર્યા હતા. આ બેંકોએ સેવિંગ એકાઉન્ટમા મિનિમમ બેલેન્સની લિમિટ નક્કી કરી છે. આ તમામ બાબત બાદ એક ખુશીના સમાચાર છે કે ભારત દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તાજેતરમાં જ નવું સેવિંગ એકાઉન્ટ શરૂ કર્યું છે. તાજેતરમાં જ લોન્ચ કરવામા આવેલ આ સર્વિસ અંતર્ગત ગ્રાહકોને મિનીમમ બેલેન્સની ઝંઝટથી છૂટકારો મળી શકશે.
SBIના ઉચ્ચ અધિકારી સાથે થયેલ વાતચીત અનુસાર બેઝીક સેવિંગ બેંક ડિપોઝીટ એકાઉન્ટ (BSBD) પર મિનિમમ બેલેન્સની કોઇ જ શરત લાગુ પડતી નથી.
SBIના BSBD એકાઉન્ટને કોઈ અન્ય ખાતાની જેમ જ સરળતાથી ખોલી શકાય છે. જોકે આ ખાતું ખોલવા માટે KYC નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ ખાતું સિંગલ કે જોઇન્ટ ખોલી શકાય છે. બેઝીક સેવિંગ બેંક ડિપોઝીટ એકાઉન્ટ SBIની દેશમાં રહેલ કોઈ પણ શાખામાં આ ખાતું ખોલાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ નવા એકાઉન્ટ અંતર્ગત એકાઉન્ટ હોલ્ડર્સને એ તમામ સુવિધા મળવાપાત્ર છે જે અન્ય સેવિંગ એકાઉન્ટ પર પણ મળે છે. આ ખાતા પર વાર્ષિક વ્યાજ પણ એટલું જ મળશે જે સ્ટેટ બેંકના બીજા સેવિંગ એકાઉન્ટ પર મળે છે. આ ખાતામાં પણ ડેબિટ કાર્ડ તેમજ નેટ બેન્કિંગ જેવી સુવિધા મળે છે. જોકે આ ખાતું ખોલવા માટે એક મુખ્ય શરત એ છે કે ગ્રાહકનું બીજું કોઈ સેવિંગ એકાઉન્ટ ન હોવું જોઈએ.જો ગ્રાહકનું બીજું કોઈ સેવિંગ એકાઉન્ટ હોય તો તેને તાત્કાલિક અસરથી 4 અઠવાડિયાની અંદર બંધ કરાવવું ફરજીયાત છે.