નવી દિલ્હી: તહેવારની સિઝનને જોતા દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કાર લોન ગોલ્ડ લોન અને પર્સનલ લોન લેતી વખતે લાગતી પ્રોસેસિંગ ફી માં ઘટાડો કરી દીધો છે. બેંક તરફથી ગોલ્ડ લોન પર લાગતી પ્રોસેસિંગ ફી માં 50 ટકા સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. આ સુવિધા 31 ઓક્ટોબર 2017 સુધી ચાલુ રહેશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 31 ડિસેમ્બર સુધી લેવામાં આવેલી કાર લોવ પર પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ આપશે. સાથે એક્સપ્રેસ ક્રેડિટ પર 30 સપ્ટેમ્બર સુધી પર્સનલ લોન પર પણ પ્રોસેસિંગ ફી માં 50 ટકાની છૂટ આપવામાં આવશે. બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર બેંક 6 લાખ રૂપિયાની લોન પર 1000 રૂપિયા અને ટેક્સ ચાર્જ પ્રોસેસિંગ ફી તરીકે લઇ રહ્યા છે. તો બીજી બાજુ 6 લાક રૂપિયાથી વધારાની લોન પર 1500 રૂપિયા અને ટેક્સ પ્રોસેસિંગ ફી તરીકે લેવામાં આવે છે.