અરબ અને યૂનાઇટેડ અરબ અમીરાત (UAE)એ સોમવારે વેલ્યૂ-એડડ ટેક્સ જાહેર કર્યો છે. ખાડી દેશોમાં આ બંનેએ સૌથી પહેલા છે જેમને આ ટેક્સ લગાવ્યો છે. રેવેન્યૂ વધારવા માટે મોટેભાગે વસ્તુ અને સેવાઓ પર 5% ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે. ખાણી-પીણીની વસ્તુઓ કપડા પેટ્રોલ ફોન પાણી અને વિજળીના બિલોની સાથે હોટલના બુકિંગ પર VAT લગાવવામાં આવ્યો છે. હાઇ ક્વૉલિટી પેટ્રોલની કિંમત 127% વધી ગઇ છે.
સાઉદી અરબે પેટ્રોલની કિંમતમાં ભલે 127% વધારી દીધી હોય પરંતુ આ દુનિયાના મોટાભાગના દેશોની સરખામણીઓ સૌથી સસ્તુ છે. પહેલા જ્યાં હાઇ ક્વોલિટીનું એક લિટર પેટ્રોલ 27 સેન્ટ્સ (લગભગ 17 રૂપિયા 33 પૈસા)નું હતુ તેની કિંમત વધીને (લગભગ 34 રૂપિયા 67 પૈસા) થઇ ગઇ છે. લો ક્વોલિટીના પેટ્રોલની કિંમતોમાં 83% વધારો થયો છે. પહેલા જે 20 સેન્ટ્સ (લગભગ 12 રૂપિયા 84 પૈસા) પ્રતિ લિટર હતુ જે વધીને 36.5 સેન્ટ્સ ( લગભગ 23 રૂપિયા 43 પૈસા) પ્રતિ લિટર કરવામાં આવ્યુ છે.
VAT લગાવવાથી શું થશે ફાયદો:
ન્યૂઝ એજન્સી અનુસાર UAE પહેલા વર્ષમાં VAT લગભગ 3.3 અરબ ડૉલર ( લગભગ 21 હજાર કરોડ રૂપિયા) આવકનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. બંને દેશોમાં લગભગ 21 અરબ ડૉલર (1 લાખ 34 કરોડ રૂપિયા)ની આવક હોવાનું અનુમાન છે.
એક અધિકારી અનુસાર ''VAT લાગૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સાઉદી સરકારના ટેક્સ રેવેન્યૂ વધારવાનો છે જેથી વિકાસના કામો માટે ખર્ચ કરવામાં આવી શકે.''
ઇન્કમ ટેક્સ લગાવવાનો પ્લાન નહી:
બંને દેશોમાં અત્યારે ઇન્કમ ટેક્સ જાહેર કરવાનો કોઇ પ્લાન નથી. બંને દેશોમાં રહેનાર મોટેભાગે લોકો પોતાની કમાણી પર કોઇ ટેક્સ નથી આપતા.
ખાડીના બીજા દેશો પણ VAT લગાવવાની તૈયારીમાં:
ખાડી દેશોમાં બહરીન ઓમાન કતર અને કુવૈત પણ VAT લગાવવાની તૈયારીમાં છે. જોકે તે માટે 2019ની શરૂઆતનો સમય નક્કી કર્યો છે.
યૂરોપીયન દેશોમાં હજુ પણ ઓછો છે ટેક્સ:
સાઉદી અને UAEમાં 5% VAT પછી પણ અહીંયા ટેક્સ રેટ યૂરોપીયન દેશોની સરખામણી ઓછી છે. કેટલાક યૂરોપીયન દેશોની એવરેજ 20% VAT રેટ છે. એવામાં જો યૂરોપીયન દેશોની સરખામણી કરવામાં આવે તો મોંઘા નથી.