શરદ યાદવને મોટો ઝટકો, JDU પર પોતાના દાવાને ECએ ફગાવ્યો

By : KiranMehta 07:47 PM, 13 September 2017 | Updated : 07:47 PM, 13 September 2017
મહાગઠબંધનથી અલગ થઇને ભાજપ સાથે ફરી ગઠબંધન જોડીને બિહારમાં ફરી સરકાર બનાવનારા નીતિશ કુમારથી JDUના પૂર્વ અધ્યક્ષ નારાજ છે. ત્યારે શરદ યાદવને મોટો ઝટકો મળ્યો છે. શરદ યાદવે ઇલેક્શન કમિશનમાં JDU પર પોતાનો દાવો કર્યો હતો.જો કે ઇલેક્શન કમિશને શરદ યાદવના દાવાને નકારી દીધો છે. અને અને નીતિશ કુમારના નેતૃત્વવાળી JDUને અસલી ગણાવી છે. 

ત્યારે હવે રાજ્યસભા સચિવાલયે JDUના બાગી સાંસદો શરદ યાદવ અને અલી અનવર પાસે સ્પષ્ટીકરણ માગ્યું છે, અને પૂછ્યું છે કે, પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપામાં બન્ને સાંસદોનું સભ્યપદ શા માટે રદ કરવાના ના આવે. રાજ્યસભાએ બન્ને સાંસદોને એક અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. 
  • નીતિશ વિરૂદ્ધ લડાઇમાં શરદને ઝટકો
  • શરદ યાદવનો JDU પરનો દાવો નકારાયો
  • શરદ યાદવનું રાજ્યસભા સભ્યપદ જઇ શકેRecent Story

Popular Story