મુંબઇ: બોલીવુડ અભિનેતા સંજય દત્ત લાંબા સમય બાદ પડદા પર પાછા આવી રહ્યો છે. સંજય દત્તની ફિલ્મ ભૂમિને લઇને દર્શકો રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. પરંતુ ફિલ્મ પર હવે સેન્સર બોર્ડે કાતર ફેરવી દીધી છે. જો કે ફિલ્મમાં કેટલાક એવા બોલ્ડ સીન્સ નથી. ફિલ્મની સ્ટોરી બાપ-દીકરીના સંબંધો પર આધારિત છે. સંજય દત્ત ફિલ્મમાં પિતાના રોલમાં છે તો એની પુત્રીના રોલમાં અદિતી રાવ હૈદરી છે. પરંતુ ફિલ્મમાં અદિતિ સાથે કંઇક એવું થાય છે કે જે સેન્સરને મંજૂર ના થયું. હકીકતમાં ફિલ્મમાં અદિતિનો એક રેપ સીન છે જેની પર સેન્સને વાંધો ઊઠ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મના મેકર્સે કહ્યું છે કે ફિલ્મમાં રેપ સીન ખૂબ જ મહત્વનો છે.
આ સાથે હાલમાં થોડા દિવસ પહેલા જ આવેલી શ્રીદેવીની ફિ્લ્મ મોમ માં પણ આવો સીન હતો. જે દેખાડવમાં આવ્યો હતો સેન્સરે ફિલ્મને યૂએ સર્ટિફીકેટ આપ્યું છે. એની સાથે જ ફિલ્મમાં 13 મોટા કટ્સ લગાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે આવનારી 22 સપ્ટેમ્બરે આ ફિલ્મ થિયેટલમાં રિલીઝ થશે. ફિલ્મમાં ટીવી અભિનેતા સિદ્ધાંત ગુપ્તા પણ છે જે અદિતિના લવ ઇન્ટ્રેસ્ટનો રોલ પ્લે કરી રહ્યા છો.