સાઉથ કોરિયન ટેક્નોલૉજી દિગ્ગજ Samsungનો On7 Prime સ્માર્ટફોન ઇ-કોમર્સ વેબસાઇટ પર મળશે. એમેઝોને તે માટે એક ખાસ પેજ તૈયાર કર્યુ છે જ્યાં તમને Notify meનો ઑપ્શન મળશે. કિંમત શું હશે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તે પણ જાણકારી નથી કે તેનું વેચાણ ક્યારથી શરૂ થશે.
આ સ્માર્ટફોનની સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો On7 Primeમાં 5.5 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે અને આ સ્માર્ટફોનની બૉડી મેટલની છે. આ સ્માર્ટફોન માત્ર એમેઝોન પરથી ખરીદી શકાશે અને આ સ્માર્ટફોનમાં Samsung Pay Miniનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
On7 Prime માં 1.6GHzનો ઓક્ટોકોર Exynos 7870 પ્રોસેસરની સાથે 4GB RAM આપવામાં આવી છે આ સ્માર્ટફોનના 2 વેરિયન્ટ છે એકમાં 3GB RAMની સાથે 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જ્યારે બીજા વેરિયન્ટમમાં 4GB RAMની સાથે 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો SD કાર્ડની મદદથી મેમરી વધારી શકાય છે.
ફોટોગ્રાફીની જો વાત કરવામાં આવે તો On7 Primeમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેનું અપર્ચર 1.9 છે. સેલ્ફી કેમેરા પણ 13 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટફોનને લઇને હાલમાં માત્ર આટલી જ જાણકારી મળી છે.
રિપોર્ટ્સ અનુસાર Galaxy On7 Primeમાં 3 300mAhની બેટરી હશે અને આ સ્માર્ટફોન 4G VoLTE પણ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલરના ઉપલબ્ધ હશે. પરંતુ હાલમાં આ અંગે કોઇ સ્પષ્ટતા નથી કે ફોનમાં કયુ વર્ઝન હશે. ક્નેક્ટિવિટી માટે WiFi અને બ્લૂટૂથ સહિત બીજા સ્ટાન્ડર્ડ ફિચર્સ હશે.