જૂન મહિનામાં સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી J7 Pro અને ગેલેક્સી J7 Max સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જોકે ગેલેક્સી J7 Max છેલ્લા મહિનાથી જ વેચાણ માટે ઉપલબ્ધ છે હવે સાઉથ કોરિયન કંપની દ્વારા મંગળવારથી ગેલેક્સી J7 Pro ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. હાલમાં ગેલેક્સી J7 Pro કંપનીના ઓનલાઇન સ્ટોર પર 20 990 રૂપિયાના કિમતમાં ઉપલબ્ધ છે.
બેટરીની વાત કરીએ તો J7 Max માં 3 300 Mah ની બેટરી આપવામાં આવી છે અને J7 Pro માં 3 600 Mah ની બેટરી ગ્રાહકોને મળશે. ભારતમાં ગેલેક્સી J7 Pro માં બ્લેક અને ગોલ્ડ કલરના ઑપ્શનમાં ઉપલબ્ધ છે.
કેમેરા વિશે વાત કરીએ તો બન્ને સ્માર્ટફોનમાં રીયરમાં f/1.7 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યું છે અને ફ્રન્ટમાં પણ 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આપ્યું છે. પરંતુ J7 Max માં F/1.9 અપર્ચર છે. J7 Max માં 5.7 ઇંચ એફએચડી ડિસ્પ્લે અને J7 Pro માં 5.5 FHD ડિસ્પ્લે છે. આ ફોનની ખાસ બાબત એ છે કે બન્ને સ્માર્ટફોન સાથે ડિજિટલ પેમેન્ટ માટે સેમસંગ પે પણ આપવામાં આવ્યું છે.
સેમસંગે આ બન્ને ફોન સ્માર્ટફોન સાથે એક વિશિષ્ટ પ્રકારની સોશ્યલ કેમેરા એપ્સ આપવામાં આવી છે. જેના મદદથી તમે ફોટો ક્લિક કરીને સીધા જ તે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. ગેલેક્સી J7 Pro આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.0 નૂગટ પર ચાલે છે. તેમાં 3 જીબી રેમની સાથે 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 1.6 GHz ની સ્પીડ વાળો ઓક્ટા-કોર Exynos 7870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બીજી તરફ ગેલેક્સી J7 Max માં Media Tek ચિપસેટ સાથે 4 જીબી રેમ સાથે 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે.