'ડેવિલ ઇઝ બેક' ક્રિસમસ પર ફરી ધૂમ મચાવશે સલમાનની ફિલ્મ 'કિક 2'

By : HirenJoshi 01:52 PM, 07 February 2018 | Updated : 01:52 PM, 07 February 2018
સલમાન ખાન પોતાના ચાહકોનું ક્રિસમસ ખાસ બનાવાની તૈયારી કરી રહ્યો છે. પોતાની આગામી ફિલ્મ 'કિક-2'માં સલમાન એક વાર ફરી પોતાના ચાહકોને 'ડેવિલ લુક'માં જોવા મળશે. સલમાન ખાન સ્ટારર 'કિક-2' ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રજૂ કરવામાં આવ્યું.

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'કિક-2' સલમાન ખાનની ફિલ્મ 'કિક'ની સિકવલ હશે. ફિલ્મને 2019ના ક્રિસમસ પર રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર દ્વારા ચાહકોને આપી. છેલ્લા ઘણા સમયથી ફિલ્મ 'કિક'ની સિકવલની રાહ જોવાઇ રહી હતી.

સાજિદ નડીયાદવાલાએ ફિલ્મના પોસ્ટરની સત્તાવાર જાહેરાત કરતાં લખ્યું છે 'ડેવિલ ઇઝ બેક'. સૂત્રોના અહેવાલ મુજબ 'કિક-2' માં સલમાન ખાન ડબલ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ 2018ના જુન-જુલાઇમાં શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મની સ્ક્રિપ્ટ 80 ટકા લખાઇ ચૂકી છે.

આ ફિલ્મમાં એક ઇન્ટરનેશનલ સ્ટાર સામેલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 'કિક 2' માં જેકલીનની જગ્યાએ દિપીકા પદુકોણને લેવામાં આવે તેવી પુરી શક્યતાઓ જોવા મળી રહી છે. ફિલ્મ 'કિક 2'ની વાર્તા પ્રથમ ફિલ્મ 'કિક'ના અંતથી આગળ ચલાવામાં આવશે. Recent Story

Popular Story