મુંબઇ: આ વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાન પોતાની ઉંમરના 52માં વર્ષમાં પ્રવેશ કરશે. દેશના મોસ્ટ એલિજિબલ બેચલર હોવા છતાં એને અત્યારે લગ્ન કરવાનો કોઇ ઇરાદો નથી. પરંતુ એના ચાહકો માટે એક ખુશીના સમાચાર છે.
એક વેબસાઇટ પર છાપેલા સમાચાર અનુસાર સલમાન ખાન લગ્ન વગર પિતા બનવા ઇચ્છે છે સલમાન ખાન આગળના 2-3 વર્ષમાં પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યો છે.
એના માટે એ એક સરોગેસીનો સહારો લેશે. સલમાન 50 વર્ષનો થઇ ગયો છે. એ નથી ઇચ્છતો કે એની ઉંમર નિકળી જાય. જ્યારે એ 70 વર્ષનો થશે ત્યારે એના બાળકો 20 વર્ષના થઇ જશે.
સલમાનનું કહેવું છે કે આવું તે પોતાના પેરેન્ટ્સ સલીમ ખાન અને સલમા ખાન માટે કરી રહ્યો છે. એ સલમાનના બાળકનું મોઢું જોવા માગે છે.
આ સમાચાર સલમાનના ચાહકો માટે ખૂબ જ સારા છે કે એ જલ્દીથી પિતા બનવાનો છે ભલે કુંવારો રહીને. જણાવી દઇએ કે સલમાન ખાનની આગળની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે' થશે. આ ફિલ્મ ઇદ 2018માં રિલીઝ થશે.