તાજેતરમાં જ રિલીઝ થયેલી અને માર્કેટમાં ધુમ મચાવતી ફિલ્મ ટાઇગર જિંદા હે ના અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરિના કૈફ એકબીજાની વધુ નજીક આવ્યાના હેવાલો મીડિયામાં ફરતાં થયાં છે.
આ સાથે સલમાનનાં યુલિયા સાથેના સંબંધો પણ તેટલા જ મીડિયામાં ચર્ચાઇ રહ્યા છે ત્યારે સલમાનના લગ્ન કેમ નથી થતાં તેને લઇને તેની કુંટળીની સમજ કેળવતા લગ્ન નહીં થવાનું કારણ સામે આવ્યું હતુ.
જ્યોતિષવિદોના જણાવ્યા મુજબ સલમાન ખાનના ખરાબ ગ્રહોને કારણે સલમાનના લગ્નમાં અડચણ આવી રહી છે. સલમાન ખાનનો જન્મ ઘનિષ્ઠા નક્ષત્રમાં વૃષભ નામાંશ અને કુંભ રાશિમાં થયો હતો. અને એટલે તેમની કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી છે. આ ગ્રહદશા 2002 થી શરૂ થઇ અને 2021 સુધી ચાલવાની છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની કુંડળીના સપ્તમ સ્થાનનો સ્વામી શુક્ર મંગળના પ્રભાવમાં છે. શુક્ર અને મંગળનું સાથે હોવું તેની પ્રગતિ કરાવવા માંટે પુરતુ છે પરંતુ તેના લગ્નની બાબતમાં અડચણો ઉભી કરી શકે છે.
આ કારણે તેના લગ્ન થવાની બાબતમાં તકલીફો આવી રહી છે. તેનો ગુરૂ મજબુત હોવાને કારણે તેના કેટલાય અફેર સામે આવતા રહ્યા છે. આ સાથે તેની કુંટળીમાં પ્રેમ તો છે પરંતુ રાહુ અને શુક્રના પ્રભાવને કારણે સલમાનને લગ્નની બાબતમાં આગળ વધતો અટકાવે છે.
ચંદ્રમાં અને શનિની યુતિને કારણે કુંડળીમાં વિવાહ યોગ બની રહ્યો નથી. જો કે 2018-19 માં તેના લગ્નને લઇને યોગ સર્જાઇ શકવાની શક્યતા નકારી શકાય તેમ નથી.