ભારતીય ક્રિકેટ સહિત વિશ્વના ક્રિકેટ જગતમાં માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar નું નામ બહું ગર્વભેર લેવામાં આવે છે. સચિનના નામે કેયલાય રેકોર્ડ લખાયા છે. નિવૃત્ત થયા બાદ આજે પણ લોકો તેને બહુ ખાસ રીતે યાદ કરવામા આવે છે. ક્રિકેટમાં એવો કોઈ રેકોર્ડ નથી જે તેમણે પોતાના નામે કર્યો ના હોયએટલા માટે જ તેમના ચાહકો તેમણી નાની વાત જાણવા આતુર રહે છે.
ઢગલાબંધ સદીઓ લગાવનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટમાં કારકિર્દી શાનદાર રહી છે. પરંતુ તમને આ જાણી આશ્ચર્ય થશે કેસચિન તેંડુલકરને પોતાની કારકિર્દીની પ્રથમ સદીના માટે ૫ વર્ષની લાંબી રાહ જોવી પડી હતી. સચિનની આ ઇચ્છા 1994માં પુરી થઇ હતી.
આજે એટલે કે 9 સપ્ટેમ્બર 1994 ના સચિન તેંડુલકરે પ્રથમ સદી લગાવી હતી. ૨૩ વર્ષના ક્રિકેટિંગ કારકિર્દીમાં સચિન તેંડુલકરે કુલ 100 સદી લગાવી છે. એટલું જ નહિ વર્ષ 2010 માં સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકાની સામે અણનમ 200 રનની ઇનિંગ્સ રમીને વનડેમાં પોતાની પ્રથમ બેવડી સદી લગાવી હતી.
ઉલ્લેખનીય છે કેસચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં પ્રથમ સદી ઓસ્ટ્રેલિયાની સામે લગાવી હતી. આ મેચમાં સચિન તેંડુલકરે 130 બોલનો સામનો કરી 110 રનની ઇનિંગ્સ રમી હતીજેમાં તેમણે શાનદાર 8 ચોગ્ગા અને ૨ સિક્સર પણ લગાવી હતી.સંજોગોવશાત1989 માં પકિસ્તાન સામે ડેબ્યુ કરનાર સચિન તેંડુલકરે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ખાતું પણ ખોલાઈ શક્યા નહોતાપરંતુ તેના પછી તેમણે દરેક ફોર્મેટમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતું.