સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશનો મામલો, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

By : krupamehta 11:21 AM, 13 October 2017 | Updated : 11:21 AM, 13 October 2017
કેરળ: ભારતના દક્ષિણી રાજ્ય કેરળના પશ્ચિમી ઘાટમાં આવેલું ભગવાન અયપ્પાનું સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. મહિલાઓને પ્રવેશ આપવાના મામલે સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવી શકે છે. 

નોંધનીય છે કે શબરીમાલાના આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અને આ કારણે બિન સમકક્ષ વિરૂદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. જો કે મંદિરમાં પૂજા પાઠ માટે પોતાના અધિકાર મેળવવા માટે મહિલા સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

2007માં કેરળ સરકારે પણ મંદિર પ્રશાસનના સમર્થનમાં કહ્યું હતું કે ઘાર્મિક માન્યતાઓના કારણે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી શકે નહીં. ભગવાન અયપ્પાને બ્રહ્મચારી અને તપસ્યા લીન માનવામાં આવે છે. 

સબરીમાલા મંદિરમાં પરંપરા અનુસાર 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંદિર ટ્રસ્ટનું માનીએ તો અહીંયા 1500 વર્ષથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. એના માટે કેટલાક ધાર્મિક કારણ કહેવામાં આવી રહ્યું છે. 

કેરળના યંગ લોયર્સ એસોસિએશનના પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 2006માં પીઆઇએલ દાખલ કરી હતી. આશરે 10 વર્ષથી આ કેસ કોર્ટમાં પડી રહ્યો છે. Recent Story

Popular Story