રશિયાએ ISIS આતંકીનો ખાત્મો કરવા અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બોમ્બ ઝીંક્યો

By : KiranMehta 08:50 PM, 12 September 2017 | Updated : 08:50 PM, 12 September 2017
રશિયાએ ખતરનાક આતંકી સંગઠન એવા આઈ.એસ.આઈ.એસનો નાશ કરવા માટે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બોમ્બ ઝીંક્યો છે. આ બોમ્બ સિરિયાના દેર-ઈઝ-જોર શહેર પર કરવામાં આવ્યો છે. આ બોમ્બ અત્યાર સુધીનો સૌથી ખતરનાક બિન-પરમાણુ બોમ્બ હોવાનો દાવો કરાયો છે.

ISISના 40 આંતકીનો ખાતમો 
 
ISIS આતંકી સંગઠનનો ખાતમો બોલાવા અમેરિકા  અને રશિયા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રશિયા દ્વારા ફાધર ઓફ ઓલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાલીસ આતંકીનેતાના મોત થયા હતા. આ બોમ્બ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બોમ્બ હોવાનો દાવો કરાયો છે. ઉલ્લેખનિય છે કે અમેરીકાએ એપ્રીલ મહિનામાં અફધાનિસ્તાન પર ફાધર ઓફ ઓલ બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો. 

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસારએ હુમલામાં ચાલીસ આતંકીઓના મોત થયા હતા. આતંકી નેતા અબુ મોહમ્મદ અલ શિમાલી અને ગુલમુરોદ ખલીમોવ નામના આતંકી સામેલ હતા. આ આતંકીઓ સીરિયામાં વિદેશી આતંકીઓને શરણ આપતા હતા, અને તેમને ટ્રેનિંગ આપી હતી અને આ આતંકીઓ દ્વારા સીરીયાના ધણા શહેર પર કબજો જમાવ્યો હતો.
 
  • ISISના 40 આંતકીનો ખાતમો
  • સીરિયામાં ISIS પર બિન-પરમાણુ બોમ્બ ફેંક્યો 
  • સીરિયાના દેર-ઈઝ-જોર પ્રાંતમાં બોમ્બ ફેંકાયો  
  • ફાધર ઑફ ઓલ બોમ્બ નામનો હતો બોમ્બ 
  • અબુ મોહમ્મદ અલ શિમાલી, ગુલમુરોદ ખલીમોવનાં મોત 
  • 40 આતંકી નેતાઓનાં મોત  
  • બોમ્બનું વજન 6,350 કિલોગ્રામ હતું  
  • અમેરિકા પાસે છે મધર ઑફ ઓલ બોમ્બ 
  • અફઘાનિસ્તામાં કર્યો હતો હુમલો 
  • હુમલામાં 92 આતંકીઓનો કર્યો સફાયો 

રશિયા દ્વારા ફાધર ઓફ ઓલ બોમ્બનું પરીક્ષણ 2007માં કરવામાં આવ્યું હતું. જયારે અમેરિકા દ્વારા મધર ઓફ ઓલ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ બોમ્બની ખાસીયત છે કે આ બિન પરમાણું બોમ્બ છે..તેમ છતા આ બોમ્બ પરમાણું બોમ્બ જેવો વિનાશ કરવા સક્ષમ છે. 

આ બોમ્બની ખાસીયત એ છે કે હવા અને પ્રકાશ મળતા જ આ બોમ્બ અનેક ધણો ભયાનક થઈ જાય છે. આ બોમ્બ હાઈ માત્ર રશિયા અને અમેરિકા પાસે છે. અમેરીકાના રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પ આવ્ય બાદ તેમને આંતકીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી, અને અફધાનિસ્તામાં આવેલા આતંકીઓના સાલિયાણાઓ નેસતોનાબુદ કર્યા હતા. આ હુમલામાં 92 આતંકીઓના મોત થયા હતા.Recent Story

Popular Story