નવસારી જિલ્લાના બીલીમોરા શેહેરમાં રાજકીય ગરમાવા વચ્ચે ચોરટોળકીઓએ ઉછાળો મારી ગભરાટનો ગરમાવો લાવી દીધો છે. છેલ્લા ૪ દિવસથી ચોરટાઓએ બીલીમોરા પંથકને બાનમાં લીધું છે છુટાછવાયા ચોરીના ૨૦ બનાવો બનતા પોલીસ દોડતી થઇ છે.
શિયાળો આવતાની સાથે ચોરટાઓને ચોરી કરવામાં માટે સરળમાર્ગ મળી રહે છે લોકો ઠંડીના કારણે રાત્રીદરમ્યાન ઘરો બંધ કરી વેહલા સુઈ જતા હોય છે જેનો લાભ ચોર કરતા હોય છે જેનું ઉદાહરણ નવસારી જીલ્લાના બીલીમોરા પંથકમાં જોવા મળ્યો છે.
બીલીમોરાના જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણગુજરાત વીજકંપનીના યુનિટો માંથી અઢીલાખરૂપિયાની કિમતનો સામાનની ચોરી થઇ છે સાથે શેહેરના સરદાર માર્કેટમાં આવેલી દુકાનમાં ૯ જેટલી દુકાનમાં ચોરી કરી ચોરો પલાયન થયા છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકફાળો ભેગો કરીને શેહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે પોલીસના સહકારથી શેહેરમાં તીસરી આંખો લગાવવામાં આવી છે. પરંતુ મોટાભાગની તીસરીઆંખો ખોટકાયને ધૂળખાય રહી છે જે ચોરટાઓ માટે આશીર્વાદરૂપ બની છે અને પોલીસ પણ હાથ પર હાથ ધરીને તપાસ કરી રહ્યાનું ગાણું ગાઈ રહી છે