રાજકોટ: એક SRP જવાનની રાઈફલ લૂંટીને 2 શખ્સો ફરાર થઈ ગયા છે. આ ઘટના રાજકોટના આજી ડેમ વિસ્તારમાં બની છે. બે અજાણ્યા શખ્સોએ બાઈક આવીને SRPના જવાન પાસે રહેલી રાયફલની લૂંટ ચલાવી હતી. જો કે પોલીસે હવે આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે. અને બાઈક પર આવેલા શખ્સોની શોધખોળ આદરી છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ બનાવી પામી છે. ત્યારે આ બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે રાયફલમાં કારતૂસ ન હોવાથી પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
પરંતુ આ પ્રકારે જાહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરાતા ગંભીર ઘટના માનવામાં આવી રહી છે. ત્યારે હાલ પોલીસ આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે.