નરેન્દ્ર મોદી અને શિંઝો આબેનો રોડ શો પુર્ણ કરી ગાંધી આશ્રમની મુલાકાત લીધી

By : kavan 04:08 PM, 13 September 2017 | Updated : 06:57 PM, 13 September 2017

ભારતની મુલાકાતે આવેલ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેમના પત્નીનું અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ સ્વાગત કર્યા બાદ બન્ને મહાનુભાવોએ અમદાવાદ એરપોર્ટ ખાતેથી જ રોડ-શોની શરૂઆત કરી હતી.આ રોડ શોની શરૂઆતમાં જાપાની વડાપ્રધાને ભારતની પરંપરાગત કોટી પહેરી હતી. તથા આબેના ધર્મપત્નીએ ડ્રેસ પહેરી  નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી જીપમાં સવાર થયા હતા. 

8 કિલોમીટર લાંબા રોડ શોના રૂટમાં માં આશરે  45 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ રોડ-શોમાં કોઈ અઘટિત બનાવ ના બને તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદની જનતા બન્ને મહાનુભાવોના રોડ-શોને જોવા ઉમટી પડી હતી. ઠેર-ઠેર માણસોના ટોળેટોળા નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાનની ઝલક જોવા ઉમટી પડ્યા છે. બે દેશના વડાપ્રધાનનો આ રોડ શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વરસાદી માહોલ વચ્ચે બન્ને મહાનુભાવો ડફનાળાથી પસાર કર્યું હતું એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર અનેક જગ્યાએ જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાને પ્રદર્શિત કરી જેને લઇ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
Recent Story

Popular Story