ફેન પર ગુસ્સે થયા રિષિ કપૂર, રણબીરે આ રીતે કર્યો મામલો શાંત

By : juhiparikh 06:10 PM, 12 January 2018 | Updated : 06:10 PM, 12 January 2018
બોલિવુડ એક્ટર રિષિ કપૂર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓ પરિવાર સાથે ડિનર પર ગયા હતા. આ ડિનરના કેટલાક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. રિષિ કપૂરની સાથે પત્ની નીતૂ કપૂર, રણબીર કપૂર, પુત્રી રિદ્ધિમા કપૂર અને રિદ્વિમાની પુત્રી સમારા પણ હાજર રહી હતી. 

આ ડિનર દરમિયાન રિષિ કપૂરના ગુસ્સાનો શિકાર બની એક ફેન. રિષિ કપૂર ફેન પર એટલા ગુસ્સે થયા કે આખરે તે મહિલા ફેન રોવા લાગી. રિષિ કપૂરનો ગુસ્સો જોઈ આખરે રણબીર કપૂર વચ્ચે પડવું પડ્યું.

મીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ ઋષિ કપૂરના પરિવારને રેસ્ટોરન્ટમાં જોઈને એક ફેન ખુબ ખુશ થઈ ગઈ. તે મહિલાએ રિષિ કપૂરને સેલ્ફી માટે કહ્યું પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. રિષિ કપૂરે ના પાડવાથી તે ફેને કહ્યું ' હાઉ રૂડ'. આ સાંભળતા જ ઋષિ કપૂર ગુસ્સે થઈ ગયા. રિષિનો ગુસ્સો જોઈને મહિલા ફેનની આંખોમાં આંસુ આવી ગયા. આખરે રણબીરે વચ્ચે આવી સમગ્ર ઘટનાને સંભાળી લીધી અને રિષિ કપૂરને શાંત કરાવીને ગાડીમાં બેસવા માટે કહ્યુ. Recent Story

Popular Story